ઓપરેશન સિંધુ હેઠળ 1713 ભારતીય નાગરિકોની વાપસી, 285 મુસાફરો સાથે વધુ એક વિમાન પહોંચ્યું દિલ્હી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઓપરેશન સિંધુ હેઠળ અત્યારસુધી 1713 ભારતીય નાગરિકોને ઈરાનમાંથી સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે.

ઓપરેશન સિધુ

ઓપરેશન સિધુ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતીય નાગરિકોની સુરક્ષા માટે શરૂ કરાયેલા ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધી 1713 ભારતીય નાગરિકોને ઈરાનમાંથી બહાર કાઢીને નવી દિલ્હીમાં સુરક્ષિત રીતે લાવવામાં આવ્યા છે.
22 જૂનના રોજ રાત્રે મશહદથી રવાના થયેલું બીજું વિમાન 285 મુસાફરો સાથે નવી દિલ્હી પહોંચ્યું હતું. આ અગાઉ 21 જૂને 600,20મી જૂને 407, 19મી જૂને 110 અને ત્યારબાદ 311 નાગરિકોને ભારત પરત લાવવામાં આવ્યા હતા.
કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ કહ્યું કે, “આ વિમાનમાં મુખ્યત્વે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, દિલ્હી સહિતના 10 રાજ્યોના નાગરિકો હતા.”
તેમણે વધુમાં જણાવ્યું કે, "આગામી 2 દિવસમાં વધુ 2-3 ફ્લાઇટ્સનું આયોજન કર્યું છે" અને “ઈરાન તથા ઈઝરાયલમાં રહેલા તમામ ભારતીય નાગરિકો સાથે સતત સંપર્કમાં છીએ.”
ઓપરેશન સિંધુ શું છે?
યુદ્ધગ્રસ્ત ઈરાન અને ઈઝરાયલમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર લાવવાનું ખાસ મિશન ઓપરેશન સિંધુ છે.
ઈઝરાયલમાં હાલમાં અંદાજે 40,000 જેટલા ભારતીય નાગરિકો છે, જેમાં કેરગિવર્સ, શ્રમિકો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ભારત સરકારે બન્ને દેશોમાં રહેલા નાગરિકોને સલામત બહાર કાઢવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.