વિરપુરના વરધરા ગામના પેટ્રોલ પમ્પ પાસે અકસ્માતમાં એકનું મોત
આઇશરે બાઇકને અડફેટે લેતા ચાલક ફંગોળાતા ગંભીર ઇજાથી મૃત્યુ

અકસ્માત

અકસ્માત
વિરપુરના વરધરા ગામના પેટ્રોલ પંપ પાસે ગેસ સિલિન્ડર ભરેલા આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આઇસરની ટક્કરે બાઇક પરથી ચાલક ફંગાળાતા ગંભીર ઇજાથી ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિરપુરના ડેભારી ગામના ચંપકકુમાર દિલીપ પટેલ સાણંદ ખાનગી કંપનીમાં નોકરી કરી છે અને પરિવાર સાથે અમદાવાદ સ્થાપી થયા છે. દિવાળી દરમિયાન ચંપકકુમારના પિતા દિલિપભાઇ તહેવાર ઉજવવા માટે અમદાવાદથી ડેભારી ગામમાં આવવા બાઈક પર નીકળ્યા હતા. દિલિપભાઇ રાત્રિના ૧૧ વાગ્યાના સમયે વરધરા ગામના પેટ્રોલ પંપ પાસે પસાર થયા હતા તે સમયે વિરપુર તરફથી ગેસ સિલિન્ડર ભરેલી આઇસર બેરદકારીથી હંકારી હતી અને આઇસરે દિલીપભાઇના બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે દિલીપભાઇ રોડની સાઇડમાં ફંગોળાયા હતા. રસ્તા પર પટકાતા દિલીપભાઇને ગંભીર ઇજા થાતં ઘટનાસ્થળ પરજ મોત નિપજ્યું હતું. આ મામલે ચંપકકુમાર પટેલે આઇસર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ