NEET UG 2025 માટે કાઉન્સેલિંગ શેડ્યૂલ જાહેર, 21 જુલાઈથી નોંધણી શરૂ
MBBS અને BDS પ્રવેશ માટે NEET UG કાઉન્સેલિંગની તારીખો જાહેર, MCC દ્વારા વેબસાઇટ પર વિગતો જાહેર

NEET UG માટે કાઉન્સેલિંગ શેડ્યૂલ જાહેર

NEET UG માટે કાઉન્સેલિંગ શેડ્યૂલ જાહેર
NEET UG કાઉન્સેલિંગનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. દેશભરની મેડિકલ કોલેજોમાં MBBS અને BDSમાં પ્રવેશ લેવાનું આયોજન કરી રહેલા ઉમેદવારો 21 જુલાઈથી કાઉન્સેલિંગ માટે નોંધણી કરાવી શકશે. નોંધણી માટેની છેલ્લી તારીખ 28 જુલાઈ છે. ઉમેદવારો MCCની સત્તાવાર વેબસાઇટ mcc.nic.in પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે.
મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC)એ MBBS અને BDSમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. શેડ્યૂલ મુજબ આ વર્ષે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG) પાસ કરનારા વિદ્યાર્થીઓ 21 જુલાઈ, 2025થી કાઉન્સેલિંગ પ્રક્રિયા માટે નોંધણી કરાવી શકશે, એટલે કે આ દિવસથી MCCની સત્તાવાર વેબસાઇટ પર નોંધણી પ્રક્રિયા ચાલુ થશે. કાઉન્સેલિંગ પ્રક્રિયાનું સત્તાવાર શેડ્યૂલ mcc.nic.in પર ઉપલબ્ધ છે. આ વર્ષે NEET UG પરિણામ 14 જૂને જાહેર કરવામાં આવ્યું હતું.
NEET UG કાઉન્સેલિંગ મુખ્યત્વે ચાર રાઉન્ડમાં હાથ ધરવામાં આવે છે. જો ચોથા રાઉન્ડ પછી પણ બેઠકો ખાલી રહે, તો MCC ઉમેદવારો માટે ખાસ ખાલી જગ્યા રાઉન્ડનું આયોજન કરે છે. જોકે, ભાગ્યે જ એવું બને છે કે કોઈ મેડિકલ કોલેજમાં બેઠકો ખાલી રહે.
NEET કાઉન્સેલિંગ 2025ની મહત્વપૂર્ણ તારીખો:
NEET કાઉન્સેલિંગ 2025 નોંધણી અને ફી ચુકવણી તારીખ: 21 થી 28 જુલાઈ 2025
ચોઇસ ફિલિંગ/લોકિંગ તારીખ: 22 થી 28 જુલાઈ 2025
સીટ ફાળવણી પ્રક્રિયા તારીખ: 29 થી 30 જુલાઈ 2025
પ્રથમ રાઉન્ડના કામચલાઉ પરિણામની તારીખ: ૩૧ જુલાઈ ૨૦૨૫
પ્રથમ રાઉન્ડના અંતિમ પરિણામની તારીખ: ૧ થી ૬ ઓગસ્ટ ૨૦૨૫
દેશની 780 મેડિકલ કોલેજોમાં કુલ 1,18,190 MBBS બેઠકો છે, જેના માટે પ્રવેશ મેળવવાનો છે. કર્ણાટકમાં સૌથી વધુ MBBS બેઠકો (12,545) છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 12,475 બેઠકો છે. તમિલનાડુમાં 12,050 બેઠકો છે અને મહારાષ્ટ્રમાં 11,846 બેઠકો છે, જ્યારે તેલંગાણામાં 9040 બેઠકો છે, ગુજરાતમાં 7250 બેઠકો છે, આંધ્રપ્રદેશમાં 6785 બેઠકો છે, રાજસ્થાનમાં 6476 બેઠકો છે, પશ્ચિમ બંગાળમાં 5676 બેઠકો છે, મધ્યપ્રદેશમાં 5200 બેઠકો છે, કેરળમાં 4905 બેઠકો છે, બિહારમાં 2995 બેઠકો છે, હરિયાણામાં 2185 બેઠકો છે, પંજાબમાં 1850 બેઠકો છે અને રાજધાની દિલ્હીમાં 1497 બેઠકો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...