છત્તીસગઢના સુકમામાં નક્સલીઓ દ્વારા IED બ્લાસ્ટ, ASP આકાશ રાવ શહીદ, અનેક જવાનો થયા ઈજાગ્રસ્ત
છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ ASP આકાશ રાવની ગાડી ઉડાવી, તેઓ શહીદ થયા છે અને અનેક જવાનો ઈજાગ્રસ્ત થયા છે.

નક્સલીઓ દ્વારા IED બ્લાસ્ટ

નક્સલીઓ દ્વારા IED બ્લાસ્ટ
છત્તીસગઢના સુકમા જિલ્લાના કોન્ટા વિસ્તારમાં નક્સલીઓએ એક ગંભીર હુમલો કર્યો છે. કોન્ટાના ફુંદીગુડામાં નક્સલીઓએ ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) દ્વારા એક ઘાતકી બ્લાસ્ટ કર્યો, જેમાં કોન્ટાના આસિસ્ટન્ટ સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ (ASP) આકાશ રાવ ગિરપુંજે શહીદ થયા છે. આ બ્લાસ્ટ એટલો ભારોભાર હતો કે તેમની કાર તત્કાલ ઉડી ગઈ હતી. આ ઘટનામાં અન્ય ઘણા જવાન પણ ઈજાગ્રસ્ત થયા છે, અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અહેવાલો અનુસાર, નક્સલીઓએ 10મી જૂનના રોજ બંધનું એલાન કર્યું હતું, જેને પગલે ASP આકાશ રાવ પોતાની ટીમ સાથે કોન્ટા-એરાબોરા રોડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બ્લાસ્ટ થયો અને તેમને જીવ ગુમાવવો પડ્યો.
ASP આકાશ રાવ અગાઉ રાયપુર અને મહાસમુંદમાં ફરજ બજાવી ચૂક્યા છે અને તેમનો પરિવાર રાયપુરમાં વસે છે. તેમનું શહીદ થવું રાજ્ય માટે એક મોટું નુકસાન ગણાય છે.
અત્યાર સુધીની વિગતો મુજબ, 5થી 7 જૂન વચ્ચે બીજાપુર જિલ્લાના ગાઢ જંગલ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં 7 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. આમાં 2 ટોચના નક્સલ લીડરો - સુધાકર અને ભાસ્કરનો પણ સમાવેશ થાય છે. આ એન્કાઉન્ટર સુરક્ષા દળોની મોટી સફળતા માનવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.