રહસ્ય: 400 વર્ષ જૂના શિવાલયમાં નાગ કરે છે સેવા
ઉનાવમાં આવેલુ એક 400 વર્ષ જૂના શિવમંદિરમાં સ્થાપિત પંચમુખી શિવલિંગ પર નાગ કરે છે સેવા
400 વર્ષ જુના મંદિરનું રહષ્ય
400 વર્ષ જુના મંદિરનું રહષ્ય
ભોલેનાથને પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસ સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ મહિનામાં મહાદેવના દર્શન-પૂજનનું વિશેષ ફળ મળે છે. દેશભરમાં એવા અનેક પ્રાચીન મંદિરો છે, જેમની ગાથા સાંભળીને ભક્તોની શ્રદ્ધા વધુ દ્રઢ બને છે. ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં આવેલું બોધેશ્વર મહાદેવ મંદિર પણ આવું જ એક રહસ્યમય અને ચમત્કારિક શિવાલય છે.

ઉન્નાવના બાંગરમઉ વિસ્તારમાં કલ્યાણી નદીના કિનારે આવેલું આ 400 વર્ષ જૂનું મંદિર પ્રાચીન સ્થાપત્યકળાનું ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ આ મંદિરની સૌથી મોટી ઓળખ અહીં સ્થાપિત પંચમુખી શિવલિંગ અને તેની આસપાસ ફરતા ડઝનબંધ નાગ છે. એવી લોકવાયકા છે કે આ પંચમુખી શિવલિંગના સ્પર્શ માત્રથી ગંભીર રોગો દૂર થાય છે, જેના કારણે શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

પુરાતત્વવિદોના મતે, ગર્ભગૃહમાં રહેલું આ શિવલિંગ એક દુર્લભ પથ્થરમાંથી બનેલું છે, જે 400 વર્ષ પહેલાં લુપ્ત થઈ ચૂક્યો હતો. આ પથ્થરની અનોખી ખાસિયત અને શિવલિંગ પર કંડારાયેલા પાંચ મુખ તેને વિશેષ બનાવે છે. મંદિરની અંદર નંદી અને નવ ગ્રહોની મૂર્તિઓ પણ સ્થાપિત છે, જેના પર 15મી સદીની ઉત્કૃષ્ટ પાષાણ કળાના દર્શન થાય છે.
મહાદેવની સેવામાં રહેલા નાગ અને રહસ્યમય કથાઓબોધેશ્વર મહાદેવ મંદિરની એક અનોખી વિશેષતા અહીં રાત્રિના સમયે આવતા કાળા નાગ છે. સ્થાનિક લોકો માને છે કે અડધી રાત્રે ડઝનબંધ નાગ મંદિરમાં પ્રવેશીને પંચમુખી શિવલિંગનો સ્પર્શ કરીને ફરીથી જંગલમાં પાછા ફરે છે. અનેક ભક્તોએ શિવલિંગ પર નાગ-નાગણીના યુગલને વિંટળાયેલા જોયા હોવાનો દાવો પણ કર્યો છે. આ દ્રશ્ય ભક્તોની શ્રદ્ધાને વધુ મજબૂત બનાવે છે.

મંદિર સાથે જોડાયેલી એક પૌરાણિક કથા અનુસાર, એકવાર રાજ નેવલના રાજાને શિવે સ્વપ્નમાં પંચમુખી શિવલિંગ, નંદી અને નવ ગ્રહોની સ્થાપના કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે આ પ્રતિમાઓ રથમાં લઈને આવવામાં આવી રહી હતી, ત્યારે રાજધાનીના પ્રવેશદ્વાર પર રથ જમીનમાં ખૂંપી ગયો. લાખ પ્રયાસો છતાં રથ બહાર ન નીકળતાં રાજાએ તે જ જગ્યાએ મંદિર બનાવીને પ્રતિમાઓ સ્થાપિત કરાવી હતી.
પુરાતત્વવિદોનું માનવું છે કે મંદિરની આસપાસનો 3 એકરનો ટેકરો કોઈ પ્રાચીન વસાહતનો અવશેષ હોઈ શકે છે, જે પાંચ સદી પહેલાં કોઈ આપત્તિમાં નષ્ટ થઈ ગઈ હતી. આ મંદિરનું ધાર્મિક, ઐતિહાસિક અને પુરાતાત્વિક મહત્વ આજે પણ અનેક લોકોને આકર્ષિત કરે છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.