કોલકાતાના આકાશમાં રહસ્યમય ડ્રોન! સુરક્ષા એજન્સીઓ ચિંતિત
શંકાસ્પદ ડ્રોન મામલે સ્થાનિક પોલીસે શરૂ કરી તપાસ, કેન્દ્ર સરકારે રિપોર્ટ માગ્યો

હેસ્ટિંગ્સથી ફોર્ટ વિલિયમ સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં જોવા મળ્યા શંકાસ્પદ ડ્રોન

હેસ્ટિંગ્સથી ફોર્ટ વિલિયમ સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં જોવા મળ્યા શંકાસ્પદ ડ્રોન
તાજેતરમાં કોલકાતામાં રાત્રિ દરમિયાન આકાશમાં શંકાસ્પદ ડ્રોન દેખાયા હતા. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. કોલકાતા પોલીસ જાસૂસીની શક્યતા સહિતની દિશામાં તપાસ કરી રહી છે. ગત સોમવારે રાત્રે કોલકાતાના આકાશમાં 8 થી 10 શંકાસ્પદ ડ્રોન ઉડતાં ખળભળાટ મચી ગયો હતો. આ શંકાસ્પદ ડ્રોન હેસ્ટિંગ્સ, વિદ્યા સાગર સેતુ, ફોર્ટ વિલિયમ અને પાર્ક સર્કસ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં જોવા મળ્યા હતા.
સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કોલકાતા પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને ડિટેક્ટીવ ડિપાર્ટમેન્ટે તપાસ શરૂ કરી છે. પોલીસ જાસૂસી સહિત દરેક પાસાથી તપાસ કરી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "ડ્રોન જેવી વસ્તુઓ સૌપ્રથમ હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ જોઈ હતી. શંકાસ્પદ ડ્રોન દક્ષિણ 24 પરગણા જિલ્લાના મહેશતલા દિશામાંથી આવતા જોવા મળ્યા હતા. તેઓ હેસ્ટિંગ્સ વિસ્તાર, બીજા હુગલી બ્રિજ (વિદ્યાસાગર સેતુ) અને ફોર્ટ વિલિયમ (સેનાના પૂર્વીય કમાન્ડ મુખ્યાલય) ઉપર ફરતા રહ્યા હતા."
શંકાસ્પદ ડ્રોન અચાનક ગાયબ થઈ ગયા
હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તૈનાત સુરક્ષા કર્મચારીઓએ સૌપ્રથમ શંકાસ્પદ ડ્રોન જોયા હતા. જે દક્ષિણ 24 પરગણાના મહેશતલા દિશામાંથી આવતા હોવાનું જણાયું હતું. તેઓ ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડના મુખ્ય મથક ફોર્ટ વિલિયમ ઉપર પણ જોવા મળ્યા હતા. આ પછી, તેઓ પાર્ક સર્કસ વિસ્તારમાં પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ અચાનક ગાયબ થઈ ગયા હતા. પોલીસ અધિકારીના મતે, "અમે દરેક ખૂણાથી તપાસ કરી રહ્યા છીએ. જાસૂસીની શક્યતાને અવગણી શકાય નહીં."
સંરક્ષણ મંત્રાલયનું નિવેદન
રાજ્ય વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. સંરક્ષણ મંત્રાલયે આ બાબતે એક નિવેદન બહાર પાડ્યું છે. પૂર્વીય કમાન્ડે કહ્યું, "અમને મીડિયા તરફથી કેટલીક માહિતી મળી છે કે આકાશમાં ડ્રોન પ્રવૃત્તિ જોવા મળી છે. અમે માહિતીની સત્યતા ચકાસી રહ્યા છીએ. ટૂંક સમયમાં તેનો જવાબ આપીશું. કૃપા કરી અનુમાન ન કરો અને સત્તાવાર નિવેદનની રાહ જુઓ. આ એક સંપૂર્ણ અફવા પણ હોઈ શકે છે. તેથી અનુમાન લગાવવાનું ટાળો." જો કે, રાત્રિના સમયે રહસ્યમય ડ્રોન દેખાવાથી અફવાઓનું બજાર ગરમ થઈ ગયુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.