Mumbai: બાળકીને જન્મતાની સાથે જ ત્યજી દીધી, પોલીસે માતાપિતાને શોધી લીધા
પનવેલમાં અનાથાશ્રમની બહાર દંપતીએ તેમના 2 દિવસીય બાળકને એક પ્લાસ્ટિકની ટોપલીમાં ત્યજી દીધું હતું.

બાળકીને જન્મતાની સાથે ત્યજી દેવાઈ

બાળકીને જન્મતાની સાથે ત્યજી દેવાઈ
મુંબઈના પનવેલમાં એક અનાથાશ્રમની બહાર શેરીમાં ત્યજી દેવાયેલ નવજાત બાળક મળ્યું હતું. શનિવારે વહેલી સવારે દંપતીએ નવજાત શિશુને તે સ્થળે છોડી દીધું હતું. ઘટનાના એક દિવસ બાદ એટલે કે રવિવારે જ પોલીસ દ્વારા બાળકીના જૈવિક માતાપિતા શોધી કાઢવામાં આવ્યા હતા. પોલીસે બાળકના પિતાની ઓળખ ભિવંડી નિવાસી 23 વર્ષીય અમન કોંડકર તરીકે કરી છે, જે હાલમાં બેરોજગાર છે અને તે મુમ્બ્રાની 20 વર્ષીય દૂરના સંબંધી મહિલા સાથે સંબંધમાં હતો.
પોલીસે જણાવ્યું કે, શનિવારે વહેલી સવારે ટક્કા કોલોનીમાં એક અનાથાશ્રમની બહાર ફૂટપાથ પર બે દિવસના બાળકને પ્લાસ્ટિકની ટોપલીમાં મૂકીને તરછોડી દેવામાં આવ્યું હતું. દંપતીના પરિવારના સભ્યો લગ્નનો વિરોધ કરતા હોવા છતાં, મહિલા ગર્ભવતી થઈ અને મુમ્બ્રાની એક ખાનગી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો.
સહાયક પોલીસ કમિશનર અજય લાંગડેના જણાવ્યા મુજબ, દંપતીએ ખાનગી હોસ્પિટલમાં પરીણિત હોવાનો દાવો કર્યો હતો અને કારમાં અનાથાશ્રમની બહાર બાળકીને ત્યજી દેવા પહોંચ્યા હતા જેથી વાહનના રજીસ્ટ્રેશન નંબરથી પોલીસ દંપતીને શોધવામાં મદદ રહી હતી. CCTVમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી જ્યાં બુરખા પહેરેલી મહિલા અનાથાશ્રમની બહાર ફૂટપાથ પર ટોપલી મૂકીને જઈ રહી હતી.
અધિકારીએ જણાવ્યું કે ટોપલીમાંથી શિશુ મળી આવ્યું હતું, જેના પર એક નોંધ હતી કે ''નવજાત શિશુને છોડીને જનાર વ્યક્તિ શિશુને "ત્યજી દેવા બદલ દિલગીર" છે. બાળક હાલમાં એક ચેરિટેબલ ટ્રસ્ટની કસ્ટડીમાં છે. હવે રાજ્ય બાળ કલ્યાણ સમિતિ બાળકની કસ્ટડી માતાપિતાને સોંપવી કે નહીં તે નક્કી કરશે
પનવેલ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ જણાવ્યું હતું કે, માતાએ દાવો કર્યો છે કે તેણીને "પોતાના કૃત્યનો પસ્તાવો થયો અને બીજા દિવસે બાળકને પાછું લાવવાનું નક્કી કર્યું". જોકે આ દંપતી પર બાળકને તરછોડવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ તેમને તપાસમાં ભાગ લેવા માટે નોટિસ આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...