MP: ખરાબ રસ્તાને લીધે પ્રસૂતાનું મોત
મધ્યપ્રદેશમાં ચોમાસાનો કહેર: તૂટેલા રસ્તા-ઉભરાતી નદીથી પ્રસૂતાનું કરુણ મોત; તંત્રની બેદરકારી પર સવાલ

ખરાબ રસ્તાને લીધે પ્રસૂતાનું મોત

ખરાબ રસ્તાને લીધે પ્રસૂતાનું મોત
મધ્યપ્રદેશના વિંધ્ય વિસ્તારમાં આવેલા લીલા સાહૂના ગામના રસ્તાઓ ચોમાસામાં કેવી ભયાવહ સ્થિતિ ધારણ કરે છે, તેનું એક કરુણ ઉદાહરણ સામે આવ્યું છે. સોમવારે રીવા જિલ્લામાં ડિલિવરી માટે હોસ્પિટલ જઈ રહેલી એક પ્રસૂતા મહિલાનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ગર્ભવતી મહિલાને લઈ જતું વાહન મુશળધાર વરસાદને કારણે ઊભરાયેલી નદી પાર કરી શક્યું ન હતું.
ઘટનાક્રમ: પ્રસવપીડાથી તડપતી મહિલાનું અધવચ્ચે જ મોતપ્રાપ્ત વિગતો અનુસાર, ભનિગંવા ગામના રહેવાસી પ્રિયા રાની કોલની ગર્ભાવસ્થા દરમિયાન અચાનક તબિયત લથડી. પરિવારજનો તેને તાત્કાલિક જવા ખાતેની હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. જોકે, આ દરમિયાન રસ્તામાં આવતી મહના નદી ભારે વરસાદને કારણે છલકાઈ ગઈ હતી, જેના કારણે વાહન આગળ વધી શક્યું નહીં અને તમામ લોકો એક તરફ અટકી ગયા. આશરે બે કલાક સુધી પ્રિયા રાની પ્રસવપીડાથી તડપતી રહી. આ દરમિયાન ગામના એક ઝોલાછાપ ડૉક્ટરને બોલાવવામાં આવ્યો, જેણે પ્રસૂતાના મૃત્યુની પુષ્ટિ કરી.
પરિજનોએ જણાવ્યું કે સોમવારે (14 જુલાઈ) અચાનક પ્રિયા રાનીને પ્રસવપીડા ઉપડી હતી. ત્યારબાદ ઘરના લોકો તેને હોસ્પિટલ લઈ જવા નીકળ્યા, પરંતુ પૂરના કારણે હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી આવી અને તબિયત વધુ બગડતા પ્રસૂતાનું અધવચ્ચે જ કરુણ અવસાન થયું.
તંત્રની બેદરકારી: દર વર્ષે એ જ પરિસ્થિતિ!પ્રિયાના સસરાએ જણાવ્યું કે પૂરના કારણે પરિવારે લગભગ 40 કિલોમીટરનો લાંબો ચક્કર લગાવીને મહિલાના મૃતદેહને પિયરથી સાસરે લાવવો પડ્યો, જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ ઘટનાને પગલે ગ્રામીણોએ આ વિસ્તારમાં ખરાબ રસ્તાઓ અને તંત્રની બેદરકારી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ગ્રામીણોનું કહેવું છે કે દર વર્ષે વરસાદમાં આ જ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. આ ઘટના સ્થાનિક વહીવટીતંત્રની નિષ્ફળતા અને ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના અભાવને ઉજાગર કરે છે, જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...