ગુજરાતમાં 14-15 જૂન બાદ ચોમાસાની શક્યતા: કેરળથી મુંબઈ સુધી પહોંચી ચોમાસુ અટક્યું.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની રાહ લંબાઈ: ૧૪-૧૫ જૂન પછી જ મેઘ મહેરની શક્યતા

ગુજરાતમાં 14-15 જૂન બાદ ચોમાસાની શક્યતા

ગુજરાતમાં 14-15 જૂન બાદ ચોમાસાની શક્યતા
આ વર્ષે કેરળમાં ચોમાસાનું વહેલું આગમન થયા બાદ તે ઝડપથી આગળ વધીને મુંબઈ સુધી પહોંચી ગયું હતું. જોકે, મુંબઈથી આગળ ગુજરાત તરફ ચોમાસાની ગતિ અટકી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા કોઈ નવી સિસ્ટમ સક્રિય ન થતાં, સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે હજુ પખવાડિયા જેટલી રાહ જોવી પડશે. હવામાન વિભાગે ૧૪-૧૫ જૂન પછી જ વિધિવત વરસાદની પધરામણી થવાની આગાહી કરી છે.
હવામાન કચેરીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મંગળવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા અને હવાનું દબાણ ૧૦૦૨.૦ મિલિબાર હતું. દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા હતા, જ્યારે આજે બપોરના સમયે પવનની ગતિ ૨૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી. છેલ્લા ઘણા દિવસોથી વાદળો બંધાય છે અને કેટલાક વિસ્તારોમાં રાત્રિના કે દિવસના સમયે તેજ પવન સાથે વરસાદના ભારે ઝાપટાં પડે છે, પરંતુ નિયમિત વરસાદ શરૂ થયો નથી.
હવામાન અભ્યાસુઓ જણાવે છે કે, આ વર્ષે ચોમાસાની શરૂઆત વહેલી થઈ હતી અને તે કેરળથી આગળ વધીને મુંબઈ સુધી પહોંચી ગયું હતું. પરંતુ, મુંબઈથી ગુજરાતમાં જે રીતે આગળ વધવું જોઈતું હતું, ત્યાં ચોમાસાને 'બ્રેક' લાગી ગઈ છે. અરબી સમુદ્ર પર રત્નાગિરી અને મહાબળેશ્વર વચ્ચે એક સિસ્ટમ બની હતી, જેના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો. જોકે, આ સિસ્ટમ ત્યાં જ વિખેરાઈ જતાં ચોમાસુ આગળ વધી શક્યું નથી.
હવે અરબી સમુદ્ર પર નવી સિસ્ટમ બન્યા બાદ જ ગુજરાતમાં વરસાદ આવશે. સામાન્ય રીતે દર વર્ષે મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં વરસાદના ઝાપટાં પડતા હોય છે, પરંતુ વિધિવત ચોમાસુ ૧૪ અને ૧૫ જૂન પછી જ શરૂ થાય છે. આ વર્ષે પણ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં નિયત સમય મુજબ જ, એટલે કે ૧૪ અને ૧૫ જૂન પછી જ ચોમાસુ દસ્તક દે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.