ભુજ મિલિટરી સ્ટેશન પર 'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત હવાઈ હુમલાની મોકડ્રિલ યોજાઈ
ભુજ મિલિટરી સ્ટેશન પર” સ્વોર્મ ડ્રોન” હુમલો : સુરક્ષા એજન્સી તથા વહીવટી તંત્રે રાહત-બચાવની કામગીરી શરૂ કરી

જિલ્લા વહીવટીતંત્ર કચ્છ તથા તમામ સુરક્ષા એજન્સીઓ મોકડ્રિલમાં જોડાઇ

જિલ્લા વહીવટીતંત્ર કચ્છ તથા તમામ સુરક્ષા એજન્સીઓ મોકડ્રિલમાં જોડાઇ
કચ્છના ભુજ મિલિટરી સ્ટેશન ખાતે આજે બપોરે “સ્વોર્મ ડ્રોન” હવાઇ હુમલો થતાં સંબંધિત સુરક્ષા એજન્સીઓએ તત્કાલ “ઓપરેશન શિલ્ડ” અન્વયે રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી. મિલિટરી સ્ટેશનમાં રહેણાંક ક્વાર્ટસ પર સ્વોર્મ ડ્રોન હુમલા બાદ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાથી લઇને ઘાયલ નાગરિકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સિવિલ ડિફેન્સ સ્વયં સેવકો અને મેડિકલ ટીમ દ્વારા ઘાયલોને તત્કાલ જી.કે જનરલ હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરાઇ હતી. જો કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs ) એ દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે જાહેર કરેલા મહત્વપૂર્ણ નિર્દેશ અન્વયે સુરક્ષા એજન્સીઓ તથા જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી સુરક્ષા - બચાવની કામગીરી માટે આ ' ઓપરેશન શિલ્ડ ' સંબંધિત મોકડ્રીલ હતી.
“ઓપરેશન શિલ્ડ” હેઠળ 'એર રેઇડ સાયરન' સંબંધિત મોકડ્રિલનું આજે કચ્છના ભુજ મિલિટરી સ્ટેશન ખાતે આયોજન કરાયું હતું. જિલ્લામાં ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ વાગ્યાં સુધી 'ઓપરેશન શિલ્ડ અભ્યાસ' અન્વયે યોજાયેલી મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો હતો. યુદ્ધ જેવી આકસ્મિક સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા હેતુ હુમલાનો પ્લાન મોકડ્રિલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો.
સાંજે ૫.૧૦ કલાકે મિલિટરી સ્ટેશન ભુજ પર “સ્વોર્મ ડ્રોન” હવાઇ હુમલા અંગે એરફોર્સ સ્ટેશનથી નાગરિક સંરક્ષણ કંટ્રોલરૂમ ખાતે “એર રેઇડ”નો હોટ લાઇનથી સંદેશો મળતા જ નિયંત્રકશ્રી દ્વારા તત્કાલ સાયરનની મદદથી લોકોને ખતરા વિશે સચેત કરાયા હતા. ઉપરાંત નાગરિક સંરક્ષણની તમામ સેવાઓને જરૂરી આદેશ ઉપરાંત ઉચ્ચકક્ષાએ કોમ્યુનિકેશન માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત જરૂરી આદેશ આપવામાં આવ્યા હતા. એર રેઇડ સિગ્નલ મળતા બચાવ-રાહત માટે તમામ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી હતી. મિલિટરી ક્વાર્ટસથી જવાનોના પરિવારજનોને સલામત સ્થળે પહોંચાડવા તથા જે નાગરિકો નથી પહોંચી શક્યા તેઓની સલામતી સુનિશ્ચિત કરવા હોમગાર્ડ, પોલીસ, એનસીસી તથા એનએસએસએ રાહત-બચાવની કામગીરી આરંભી ઘટના સ્થળને સિક્યોર કર્યું હતું. હવાઇ હુમલાનો સંદેશ મળતા જ રેસ્ક્યુ કામગીરી સાથે ફર્સ્ટ એઇડ પાર્ટી દ્વારા ઘટના સ્થળે પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી.
એર રેઇડમાં સલામત રહેલા જવાનોના પરિવારજનોને સ્થળાંતરિત કરીને તંત્ર દ્વારા તત્કાલ સલામત સ્થળે પહોંચાડવા સાથે ઘાયલ પરિવારજનોને આર્મી હોસ્પિટલ ખાતે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે વધુ ઘાયલને નાગરિક સંરક્ષણ દળની મદદથી તત્કાલ ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. બીજી તરફ હવાઇ હુમલાના કારણે લાગેલી આગમાં ફસાયેલા જવાનો તથા પરિવારજનોને બચાવ અર્થે ફાયર ફાઇટરની ટીમે પાણીના મારા સાથે આગ બુઝાવવાની કામગીરી કરી લોકોને સલામત બહાર કાઢ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા એર રેઇડથી સલામત રહેલા નાગરિકોને ઇવેક્યુએટ કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવેલા લોકો માટે તમામ પ્રાથમિક સુવિધા ઉભી કરાઇ હતી.
ઉપરાંત બોર્ડર વિસ્તારમાં હિલચાલની સૂચના કંટ્રોલ રૂમને મળતા ઇન્ડિયન આર્મીના કંટ્રોલ હેઠળ ભારતીય સેનાના જવાનો સાથે બોર્ડર વિંગના ૩૦ અને હોમગાર્ડના ૩૦ જવાનો બોર્ડર એરિયામાં જવા માટે કંટ્રોલ રૂમ ખાતે એકત્ર થઇ ભારતીય સેનાના નેતૃત્વમાં ઘટના સ્થળે જવાના રવાના થયા હતા.
આ સાથે જ મોકડ્રિલ અંર્તગત જ આર્મી/હોમગાર્ડ બોર્ડર કોન્વોયને સલામત રીતે ટ્રાફિક મેનેજ કરીને પસાર કરવાની એક્સરસાઇઝ હેઠળ રૂદ્રમાતા બ્રીજ ખાતે પણ મોકડ્રીલનું આયોજન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, આ ઓફસાઈટ મોકડ્રિલ જિલ્લા વહીવટીતંત્ર કચ્છના દ્વારા વિવિધ સલામતી અને સુરક્ષા એજન્સીઓના સંકલનમાં રહીને યોજવામાં આવી હતી. જેથી સંભવિત યુદ્ધની સ્થિતિમાં તમામ મદદ અને રાહત બચાવના પગલાંઓ ઝડપથી લઈ શકાય અને હવાઇ હુમલાની સ્થિતિમાં જાનહાનીને ટાળી શકાય. આ મોકડ્રિલ હેઠળ તમામ સુરક્ષા એજન્સીઓ, પોલીસ વિભાગ, સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આકસ્મિક યુધ્ધ, હવાઇ હુમલા જેવી સ્થિતિમાં નાગરિકોની સુરક્ષાની સુનિશ્ચિતા તથા જાગૃત્તતા માટે યોજાયેલી મોકડ્રીલ પહેલા ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોકડ્રિલનું મહત્વ, પરિસરમાં ઉપલબ્ધ સુવિધાઓ અને મોકડ્રિલ સિનારીયો અને લોકેશન વિશે જાણકારી આપવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.