ગુમ થયેલી બાળકી વૃદ્ધાવસ્થામાં તેના વિખૂટા પડેલા પરિવારને મળી...વાંચો અનોખો કિસ્સો
પોલીસે 49 વર્ષ બાદ અપહરણ થયેલી બાળકીનો વૃદ્ધાવસ્થામાં તેના પરિવાર સાથે ભેટો કરાવી આપ્યો

અપહરણ થયેલી બાળકી

અપહરણ થયેલી બાળકી
ઉત્તર પ્રદેશના આઝમગઢમાં પોલીસે 49 વર્ષ બાદ અપહરણ થયેલી બાળકીનો તેના પરિવાર સાથે ભેટો કરાવી આપ્યો છે. પોલીસે પીડિતાની બાળપણની ઝાંખી યાદોના આધારે તેનો પરિવાર શોધી આપવામાં સફળતા મેળવી છે.
વર્ષ 1975માં 8 વર્ષની બાળકી ફૂલમતી પોતાની માતા શ્યામા દેવી સાથે મુરાદાબાદ ગઈ હતી. મુરાદાબાદ બજારમાં એક વૃદ્ધ વ્યક્તિએ બાળકીને લાલચ આપી તેને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ થોડો સમય પોતાની સાથે રાખી, અને બાદમાં ભોટ જિલ્લા રામપુરમાં રહેતા લાલતાપ્રસાદ નામના વ્યક્તિને વેચી દીધી હતી. લાલતાપ્રસાદે ફૂલમતી સાથે લગ્ન કર્યા હતાં. પોલીસે શોધ-ખોળ કરી હોવા છતાં તે સમયે બાળકીની ભાળ મળી ન હતી.
લાલતાપ્રસાદે પીડિતા સાથે લગ્ન કર્યા બાદ તેમને એક પુત્ર સોમપાલ થયો હતો. પુત્ર 34 વર્ષનો થયો છે. પીડિતા પોતાના પરિવારજનોને શોધતી રહી હતી. તેની પાસે બાળપણની ધૂંધળી યાદો જ હતી. તેને ગામનું નામ જ યાદ હતું.
પીડિતાની સમગ્ર માહિતી એસપી શૈલેન્દ્ર લાલને થતાં તેમણે તપાસ હાથ ધરી હતી. જેના માટે એક ટીમ પણ તૈયાર કરવામાં આવી હતી. ટીમ પીડિતાને આઝમગઢ લઈ આવી હતી. તેણે જણાવ્યું કે, તેના મામાનું નામ રામચંદ્ર હતું. જે ચૂટીડાઢ ગામમાં રહેતા હતાં. ઘરના આંગણામાં એખ કૂવો પણ હતો. તેણે જણાવેલ નામ અને સરનામા પ્રમાણે પોલીસ રામચંદ્રના ઘરની ભાળ મેળવી શકી હતી. તેણે જણાવેલ ગામ હવે આઝમગઢ જિલ્લામાંથી દૂર થઈ મઉ જિલ્લો બન્યો હતો.
રામચંદ્રની પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું કે, તેમની ભાણી 49 વર્ષ પહેલા ગુમ થઈ ગઈ હતી. ફુલાદેવી 49 વર્ષ બાદ પોતાના પરિવારને મળી શકી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ