ટ્રેન ટિકિટથી લઇને ATM માંથી પૈસા ઉપાડવા સુધી...આજથી લાગુ થયા અનેક ફેરફારો
નિયમોમાં આવ્યા ઘણા બદલાવ

1લી મેથી બદલાયા અનેક ફેરફારો

1લી મેથી બદલાયા અનેક ફેરફારો
દર મહિનાની પહેલી તારીખથી ઘણા નિયમો બદલાય છે. આજથી, પહેલી મેથી, નિયમોમાં આવા ઘણા ફેરફારો અમલમાં આવશે. આમાં ATM માંથી રોકડ ઉપાડવા પર લાગતા ચાર્જથી લઈને રેલ્વે વેઇટિંગ ટિકિટ સુધીના ઘણા નિયમોનો સમાવેશ થાય છે. જેની સીધી અસર તમારા પર પડી શકે છે. આ ફેરફારોમાં ATM ઓવરડ્રાફ્ટ, રેલ્વે ટિકિટ બુકિંગ અને FD વ્યાજ દરો વગેરેમાં ફેરફારનો સમાવેશ થાય છે. આ સાથે, RBI એ મે મહિનામાં બેંક રજાઓની યાદી પણ જાહેર કરી છે.
1.ATM માંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ લાગશે
મેટ્રો શહેરોમાં તમે દર મહિને 3 મફત ATM વ્યવહારો કરી શકશો. નોન-મેટ્રો શહેરોમાં, તમે પાંચ વખત વ્યવહાર કરી શકો છો. મફત મર્યાદા પછી, બેંકો પ્રતિ ટ્રાન્ઝેક્શન 23 રૂપિયા સુધી ચાર્જ કરી શકે છે. જો કોઈ ગ્રાહક ATM પર ખાતાનું બેલેન્સ ચેક કરે છે, તો તેને 7 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે, જે પહેલા 6 રૂપિયા હતો.
2.રેલ્વેમાં વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચમાં જ માન્ય છે
રેલ્વે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હવે વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચમાં જ માન્ય રહેશે. મતલબ કે તમે વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકતા નથી. જો તમે મુસાફરી કરતા પકડાઓ છો, તો ટીટી તમને જનરલ કોચમાં મોકલી શકે છે અથવા તમારા પર દંડ લાદી શકે છે.
3.RRBs 43 થી ઘટાડીને 28 કરવામાં આવશે
દેશભરની પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) ને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે RRBs 43 થી ઘટાડીને 28 કરવામાં આવશે. 1 મેથી One State One RRB લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
4.FD પર વ્યાજ દર ઘટવા લાગ્યા
RBI દ્વારા રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડા બાદ હવે બેંકોએ પણ FD પર વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગની બેંકોએ 1 મેથી ઊંચા વ્યાજ દરવાળી FD બંધ કરવાનો નિર્ણય લીધો છે.
5.બેંકો ૧૨ દિવસ બંધ રહેશે
RBI એ મે મહિનામાં બેંક રજાઓની યાદી જાહેર કરી છે. બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સિવાય, જુદા જુદા રાજ્યોમાં બેંકો અલગ અલગ સમયે બંધ રહેશે. આમાં બુદ્ધ પૂર્ણિમા અને મહારાણા પ્રતાપ જયંતિ જેવા તહેવારોનો સમાવેશ થાય છે, જે વિવિધ રાજ્યોમાં ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં, બેંકમાં જતા પહેલા રજાઓ ચોક્કસપણે તપાસો.
6.અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો
અમૂલે દૂધના ભાવ વધારવાની જાહેરાત કરી છે. અમુલ દૂધ ઉત્પાદનોના નવા દર આજે સવારથી એટલે કે ૧ મેથી અમલમાં આવશે. અમુલે જણાવ્યું હતું કે દેશભરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર ૨ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.