માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસ: 7 આરોપીઓ નિર્દોષ જાહેર
માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં 17 વર્ષ બાદ NIA કોર્ટે તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

સાધ્વી પ્રજ્ઞી સિંહ, લેફ્ટિનેન્ટ કર્નલ પુરોહિત અને અન્ય તમામ આરોપીને નિર્દોષ જાહેર

સાધ્વી પ્રજ્ઞી સિંહ, લેફ્ટિનેન્ટ કર્નલ પુરોહિત અને અન્ય તમામ આરોપીને નિર્દોષ જાહેર
મહારાષ્ટ્રના માલેગાંવ શહેરમાં 29 સપ્ટેમબર 2008ના રોજ એક બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ કેસ અંતર્ગત NIA કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. આ કેસ કોર્ટમાં 17 વર્ષ સુધી ચાલ્યો હતો. ત્યારબાદ સુનવણીમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને કર્નલ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ બોમ્બ વિસ્ફોટમાં 9 લોકોના મૃત્યુ થયા હતા.
આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા
NIA કોર્ટે માલેગાંવ કેસમાં સાધ્વી પ્રજ્ઞી સિંહ, લેફ્ટિનેન્ટ કર્નલ પુરોહિત અને અન્ય તમામ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસના આરોપીઓમાં મેજર રાજેશ ઉપાધ્યય, સુધાકર ચતુર્વેદી, અજય રહિરકર, સુધાકર ધર દ્વિવેદી ઉર્ફે શંકરાચાર્ય અને સમીર કુલકર્ણીના નામનો પણ સમાવેશ થાય છે.
બોમ્બ વિસ્ફોટમાં થઈ હતી ધરપકડ
આ બોમ્બ વિસ્ફોટ રમઝાનના મહિનામાં અને નવરાત્રિના પહેલા પહેલા થયો હતો. આ કેસની સુનાવણી સ્પેશિયલ જજ એ. કે. લાહોટી દ્વારા થઈ રહી હતી. સાધ્વી પ્રજ્ઞાની ઓક્ટોબર 2008માં ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, બ્લાસ્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી મોટરસાઈકલ સાધ્વી પ્રજ્ઞાના નામે રજિસ્ટાર્ડ હોવાથી તેમની ધરપકડ કરાઈ હતી. મહારાષ્ટ્ર ATSએ દાવો કર્યો હતો કે, મુસ્લિમની વસ્તી ધરાવતા વિસ્તારને ટાર્ગેટ બનાવીને બ્લાસ્ટ કરવાના ષડયંત્રમમાં સાધ્વી પ્રજ્ઞા પણ સામેલ હતાં. આ સિવાય લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત કે જે તે સમયે સેનાની મિલિટ્રી ઈન્ટેલિજન્સ વિંગમાં સેવા આપી રહ્યા હતા. તેમના પર અભિનવ ભારત નામના કટ્ટરપંથી હિન્દુ સંગઠનને મદદ કરવાનો આરોપ હતો. તેમની આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટકોની વ્યવસ્થા કરી આપી હોવાના આરોપ લાગતા ધરપકડ થઈ હતી.
મૃતકોને 2 લાખનું વળતર
NIA અદાલતે આદેશ આપ્યો છે કે, માલેગાંવ બોમ્બ વિસ્ફોટમાં જીવ ગુમાવનાર તમામ 6 લોકોના પરિવારોને 2-2 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત આ બોમ્બ વિસ્ફોટમાં તમામ ઈજાગ્રસ્તોને વળતર રૂપે 50,000 રૂપિયા આપવામાં આવે છે.
સુનવણી દરમિયાન કોર્ટે શું કહ્યું?
કોર્ટે ATS અને NIA ની ચાર્જશીટમાં ઘણો તફાવત હોવાનું જણાવ્યું તથા એમ પણ કહ્યું કે, ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે બોમ્બ મોટરસાઇકલમાં હતો. આ સિવાય પ્રસાદ પુરોહિત સામે એવા કોઈ પુરાવો નથી કે, તેમણે બોમ્બ બનાવ્યો હતો અને સપ્લાય કર્યો હતો. બોમ્બ કોણે મૂક્યો તે પણ સાબિત થઈ શક્યું નથી. ઘટના પછી નિષ્ણાંતો દ્વારા પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા જ ન હતા. ઘટના બાદ સ્થળ પર રમખાણો જેવી સ્થિતિ પ્રવર્તી હતી અને સ્થાનિકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. તપાસ એજન્સીઓ એવો દાવો કરે છે કે, બાઈક સાધ્વીની છે પરંતુ ફરિયાદ પક્ષ બાઈકનો ચેસિસ નંબર શોધવામાં નિષ્ફળ ગયો છે. ચુકાદો વાંચતી વખતે, કોર્ટે એમ કહ્યું કે, પ્રત્યક્ષદર્શીઓએ તેમના નિવેદનો બદલ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...