Chhattisgarh : આતંકીઓ સાથે સાથે નક્સલીઓનો પણ ખાત્મો, 15 થી વધુ નક્સલવાદીઓ ઠાર
'મિશન સંકલ્પ' હેઠળ થયેલી અથડામણમાં 15થી વધુ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા...

નક્સલ વિરોધી અભિયાનની ભવ્ય સફળતા...

નક્સલ વિરોધી અભિયાનની ભવ્ય સફળતા...
છત્તીસગઢના બીજાપુરમાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાનમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. આ ઓપરેશન દરમિયાન 15 થી વધુ નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ બુધવારે (7 મી મે) આ માહિતી આપી હતી. કર્રેગુટ્ટાની પહાડીઓ અને છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર સ્થિત પહાડીઓમાં 21 મી એપ્રિલથી ‘મિશન સંકલ્પ’ નામનું એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 24 હજાર જેટલા જવાનો સામેલ છે.
આજે (બુધવાર, 7 મી મે) ‘ઓપરેશન સંકલ્પ’ હેઠળ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી, જેમાં 15 થી વધુ નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ પહેલાં સોમવારે પણ સુરક્ષા દળોએ એક વર્દીધારી મહિલા નક્સલવાદીને ઠાર કરી હતી અને ઘટનાસ્થળેથી હથિયારો તેમજ અન્ય સામાન જપ્ત કર્યો હતો.
વધુમાં, 24 મી એપ્રિલના રોજ ત્રણ મહિલા નક્સલવાદીઓના મૃતદેહ પણ મળી આવ્યા હતા. બીજાપુરના દક્ષિણ પશ્ચિમ સરહદી વિસ્તારના જંગલમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ જવાનોને નક્સલ વિરોધી અભિયાન પર રવાના કરવામાં આવ્યા હતા. બસ્તર ક્ષેત્રમાં શરૂ કરાયેલા સૌથી મોટા નક્સલ વિરોધી અભિયાનોમાંનું આ એક અભિયાન છે, જેમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ, બસ્તર ફાઇટર્સ અને છત્તીસગઢ પોલીસના STF, કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ અને કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (કોબ્રા)ના જવાનો સહિત વિવિધ ટુકડીઓના જવાનો સામેલ છે.
આ અભિયાન આંતરરાજ્ય સરહદ પર બીજાપુર (છત્તીસગઢ) અને મુલુગુ તેમજ ભદ્રાદ્રી-કોઠાગુડેમ (તેલંગાણા)ના બંને તરફ લગભગ 800 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા દુર્ગમ વિસ્તાર અને ગાઢ જંગલોમાં ચાલી રહ્યું છે. આ સ્થળ રાયપુરથી 450 કિલોમીટર દૂર આવેલું છે.
છત્તીસગઢના બીજાપુર અને તેલંગાણાની સરહદ પર ચાલી રહેલા અત્યાર સુધીના સૌથી મોટા નક્સલ ઓપરેશનમાં બુધવારે વહેલી સવારે જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. નક્સલવાદીઓ સાથે છૂટીછવાઈ ગોળીબાર હજુ પણ ચાલુ છે, જેના કારણે માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. સુરક્ષા દળોના જવાનોએ પ્રથમ ડ્રોન દ્વારા નક્સલવાદીઓની હાજરીની પુષ્ટિ કરી હતી અને ત્યારબાદ આ અથડામણ શરૂ થઈ હતી. CRPF ના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર ઓપરેશન પર સતત નજર રાખી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.