મહારાષ્ટ્રના પુણે-નાશિક હાઇવે પર મોટો અકસ્માત, નવ લોકોના મોત
હાઇવે પર એક મીની વાન પાર્ક કરેલી જેની બસ સાથે અથડાઈ હતી, આ ઘટના નારાયણગાંવ નજીક બની હતી

મહારાષ્ટ્રના પુણે-નાશિક હાઇવે પર મોટો અકસ્માત, નવ લોકોના મોત

મહારાષ્ટ્રના પુણે-નાશિક હાઇવે પર મોટો અકસ્માત, નવ લોકોના મોત
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં ફરી એકવાર મોટો માર્ગ અકસ્માત થયો છે. પુણે-નાસિક હાઇવે પર એક મીની વાન પાર્ક કરેલી બસ સાથે અથડાઈ. આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા. આ ઘટના નારાયણગાંવ નજીક બની હતી. માહિતી મળતાં જ, હાઇવે મેન્ટેનન્સ એજન્સીની ટીમ સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા, પરંતુ 9 લોકોના મોત થયા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પુણે-નાસિક હાઇવે પર નારાયણગાંવ નજીક થયેલા ભયાનક અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. ફડણવીસે ટ્વિટર પર લખ્યું કે આ અકસ્માતમાં 9 કામદારોના મોત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અમે તેમના પરિવારના દુઃખમાં સહભાગી છીએ. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. મુખ્યમંત્રી રાહત ભંડોળ દ્વારા મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. મેં પુણે પોલીસ અધિક્ષકને ઘાયલોની યોગ્ય કાળજી લેવા જણાવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ