મહારાષ્ટ્રમાં અકસ્માત, પિતા અને 2 બાળકોના મોત
મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ટ્રકે મોટરસાયકલને ટક્કર મારતા પિતા અને 2 બાળકોના મોત

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત
મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લામાં શુક્રવારે સાંજે સિલ્લોડ-ફુલંબ્રી માર્ગ પર એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક તેજ રફ્તાર ટ્રકે મોટરસાયકલને ટક્કર મારતા પિતા અને તેમના 2 બાળકોનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના બોરગાંવ અર્જ ફાટે પાસે આવેલા ગણપતિ મંદિર નજીક બની હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ગોપાલ ચંદનસે તેમની પત્ની મીના, પુત્રી અન્વી અને પુત્ર હૃદય સાથે મોટરસાયકલ પર વાલુજથી પોતાના ગામ સાતાલા જઈ રહ્યા હતા. આ જ સમયે સિલ્લોડથી ફુલંબ્રી તરફ આવી રહેલા એક ટ્રકે તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, ગોપાલ, અન્વી અને હૃદયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મીના ચંદનસે ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતા જ વડોદ બજાર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઘાયલ મીનાને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં મોટરસાયકલ ટ્રક નીચે ખરાબ રીતે ફસાઈ ગઈ હતી, જેના કારણે મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી હતી.
JCB અને હાઈડ્રા મશીનોનો ઉપયોગ કરીને ટ્રકને હટાવવામાં આવી અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને અકસ્માતનું કારણ બનવાનો ગુનો નોંધી લીધો છે. પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી દીધી છે અને ચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે ખાતરી આપી છે કે, ઘટનાની સંપૂર્ણ તપાસ થશે અને દોષી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...