ભાડા બાબતે મકાનમાલિકની હત્યા કરી ટુકડા ટુકડા કર્યા
ગાઝિયાબાદના ભાડૂઆત દંપતીએ લાશના ટુકડાને સુટકેસમાં ભર્યા બાદ પોલીસ સામે જાતે જ કબુલ્યું

ભાડા બાબતે મકાનમાલિકની હત્યા કરી

ભાડા બાબતે મકાનમાલિકની હત્યા કરી
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. રાજનગર એક્સટેન્શનની 'ઓરા ચિમેરા સોસાયટી'માં ભાડું ઉઘરાવવા ગયેલા મકાનમાલિક મહિલાની તેના જ ભાડૂઆત દંપતીએ નિર્મમ હત્યા કરી નાખી છે. આરોપીઓએ માત્ર હત્યા જ નહોતી કરી, પરંતુ પુરાવાનો નાશ કરવા માટે લાશના ટુકડા કરી તેને લાલ રંગની સુટકેસમાં ભરી બેડ નીચે છુપાવી દીધા હતા.
ભાડું માંગવા જવું જીવલેણ સાબિત થયું
મકાનમાલિક અને મૃતક દીપશિખા શર્મા બુધવારે સાંજે પોતાના ફ્લેટમાં રહેતા ભાડૂઆત અજય ગુપ્તા અને આકૃતિ ગુપ્તા પાસે છેલ્લા 5-6 મહિનાનું બાકી ભાડું માંગવા ગયા હતા. જ્યારે દીપશિખા લાંબા સમય સુધી પરત ન ફર્યા ત્યારે તેમના ઘરે કામ કરતી મહિલાને શંકા ગઈ હતી. સોસાયટીના CCTV ફૂટેજ તપાસતા જોવા મળ્યું કે દીપશિખા ભાડૂઆતના ફ્લેટમાં પ્રવેશ્યા હતા, પરંતુ બહાર નીકળ્યા નહોતા. સોસાયટીના રહીશોએ જ્યારે ફ્લેટમાં જઈને તપાસ કરી તો સુટકેસમાંથી લોહીલુહાણ હાલતમાં તેમની લાશ મળી આવી હતી.
આરોપીઓની કબૂલાત
ઘટનાની જાણ થતા જ નંદગ્રામ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભાગવાની ફિરાકમાં રહેલા દંપતીની અટકાયત કરી હતી. ACP ઉપાસના પાંડેએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં આર્થિક તંગી અને ભાડા બાબતે થયેલી તકરાર હત્યાનું મુખ્ય કારણ જણાય છે.
પોલીસ પૂછપરછમાં આરોપી અજય અને આકૃતિએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં આરોપીઓ દાવો કરી રહ્યા છે કે મકાનમાલિક તેમને સતત હેરાન કરતા હતા, જોકે પોલીસે આ મામલે હત્યા અને પુરાવા નાશ કરવાના ગુના હેઠળ તપાસ તેજ કરી છે.
આ ભયાનક ઘટનાને પગલે હાઈરાઈઝ સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને ફોરેન્સિક ટીમે પણ નમૂના એકત્ર કર્યા છે. એક સુશિક્ષિત દંપતી આવી રીતે ક્રૂરતાપૂર્વક હત્યા કરી શકે તે વાતથી આખું શહેર સ્તબ્ધ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ