કર્નૂલ બસ આગ: 236 સ્માર્ટફોન-એસી બેટરી ફાટ્યા
કુર્નૂલ બસ અગ્નિકાંડ: ૨૩૬ સ્માર્ટફોન અને એસી બેટરીઓના વિસ્ફોટથી ૨૦નાં મોત

કર્નૂલ બસ આગ

કર્નૂલ બસ આગ
આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે નેશનલ હાઈવે-૪૪ પર ચિન્નાટેકુર નજીક હૈદરાબાદથી બેંગ્લુરુ જઈ રહેલી કાવેરી ટ્રાવેલ્સની સ્લીપર બસ એક બાઈક સાથે અથડાઈ હતી. અથડામણ બાદ થોડીક જ મિનિટોમાં બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ, જેના કારણે ૨૦ પ્રવાસીઓનાં જીવતા ભડથુ થઈ ગયા. ૧૨ અન્ય પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
પ્રારંભિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, બસમાં હૈદરાબાદના વેપારી મંગનાથ દ્વારા બેંગ્લુરુની એક ઈ-કોમર્સ કંપનીને મોકલવા માટે રૂ. ૪૬ લાખની કિંમતના ૨૩૬ સ્માર્ટફોન હતા. ફોરેન્સિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ ફોનની લિથિયમ-આયન બેટરીઓ અથડામણની અસરથી ફાટી નીકળી, જેના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઉપરાંત, બસની એર કન્ડિશનિંગ સિસ્ટમ માટેની ઈલેક્ટ્રિક બેટરીઓ પણ વિસ્ફોટ થતાં આગની તીવ્રતા વધી.
આંધ્ર પ્રદેશ ફાયર વિભાગના મહાનિર્દેશક પી. વેંકટરમનએ જણાવ્યું કે, “બાઈક સાથે અથડામણ બાદ બસની ઈંધણ ટાંકીમાંથી પેટ્રોલ લીક થયું, જેના કારણે આગળના ભાગમાં આગ લાગી. બાઈક બસની નીચે ફસાઈ જતાં પેટ્રોલના છાંટા, ગરમી અને તણખાએ આગને વધુ ભડકાવી. સ્માર્ટફોન અને એસીની બેટરીઓના વિસ્ફોટે આગને અટકાવવી અશક્ય બનાવી.”
બસમાં અંદાજે ૪૪ પ્રવાસીઓ સવાર હતા, જેમાંથી મોટાભાગના ઊંઘમાં હોવાથી આગ લાગતાં જ ઘેરાઈ ગયા. કેટલાક પ્રવાસીઓએ બારીના કાચ તોડીને બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોટાભાગના પ્રવાસીઓને બહાર નીકળવાની તક જ ન મળી. નોંધપાત્ર વાત એ છે કે, આગ લાગતાં બસ ડ્રાઈવર ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો, જેના કારણે પ્રવાસીઓને તાત્કાલિક મદદ મળી શકી નહીં.
નિયમોનો ભંગ અને બસની ખામીઓ તપાસમાં સામે આવ્યું છે કે, કાવેરી ટ્રાવેલ્સની આ બસે પરિવહન નિયમોનો સ્પષ્ટ ભંગ કર્યો હતો. બસનું સ્ટ્રક્ચર પણ ખામીયુક્ત હતું. ઝડપ અને વજન ઘટાડવા માટે લોખંડની જગ્યાએ એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે આગની તીવ્રતામાં ઝડપથી ઓગળી ગયું અને ઈમર્જન્સી એસ્કેપને વધુ જટિલ બનાવ્યું.
મુખ્યમંત્રીની સહાય જાહેરાત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ મૃતકોના પરિવારજનોને રૂ. ૫ લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને પણ યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે.
આ દુર્ઘટનાએ ફરી એકવાર બસોમાં જ્વલનશીલ સામગ્રીના પરિવહન અને સુરક્ષા ધોરણોના પાલન પર પ્રશ્નો ઉભા કર્યા છે. તપાસ ચાલુ છે અને બસ ઓપરેટર સામે કડક કાર્યવાહીની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...