ખડગેએ લોકસભામાં ડેપ્યુટી સ્પીકરના ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવા PMને લખ્યો પત્ર
મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને લોકસભામાં ડિપ્યુટી સ્પીકરના પદ માટે ચૂંટણી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે.

મલ્લિકાર્જુન ખડગે

મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ખડગેએ લોકસભામાં ડેપ્યુટી સ્પીકરના ખાલી પદ અંગે પોતાનો મુદ્દો રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર છેલ્લા 2 લોકસભા સત્રોમાં ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ ખાલી રહી છે અને આ ચિંતાનો વિષય છે.
મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું કે, "પ્રિય વડાપ્રધાન, હું તમારું ધ્યાન એક ગંભીર મુદ્દા તરફ દોરવા માંગુ છું. આ મુદ્દો લોકસભામાં ડેપ્યુટી સ્પીકરના પદની ખાલી જગ્યા સાથે સંબંધિત છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 93 મુજબ, લોકસભાના બે સભ્યોને અનુક્રમે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તરીકે ચૂંટવામાં આવે છે. બંધારણીય રીતે, ડેપ્યુટી સ્પીકર સ્પીકર પછી ગૃહનો બીજો સૌથી મોટો પ્રમુખ અધિકારી છે."
તેમણે કહ્યું, "બંધારણ કહે છે કે કોઈ પણ પદ ખાલી થતાંની સાથે જ લોકસભાએ શક્ય તેટલી વહેલી તકે નવા સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકરની પસંદગી કરવી જોઈએ. પરંપરાગત રીતે, ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી ત્રીજા સત્રમાં થાય છે અને તારીખ સ્પીકર દ્વારા નક્કી કરવામાં આવે છે. પહેલીથી સોળમી લોકસભા સુધી, દરેક વખતે ડેપ્યુટી સ્પીકર હોય છે અને સામાન્ય રીતે તેની નિમણૂક વિરોધ પક્ષના સભ્ય તરીકે કરવામાં આવે છે. પરંતુ, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલી વાર, છેલ્લા 2 લોકસભા સત્રોમાં ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી રહ્યું છે. આ ચિંતાનો વિષય છે."
મલ્લિકાર્જુન ખડગેએ પત્રમાં એમ પણ લખ્યું છે કે, "ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી સત્તરમી લોકસભામાં થઈ ન હતી અને આ ચિંતાજનક સ્થિતિ અઢારમી લોકસભામાં પણ ચાલુ છે. આ ભારતની લોકશાહી વ્યવસ્થા માટે સારો સંકેત ગણી શકાય નહીં અને તે બંધારણના નિયમોનું પણ ઉલ્લંઘન છે. તેથી, હું તમને વિનંતી કરું છું કે, લોકસભાની આદરણીય પરંપરાઓ અને આપણી સંસદના લોકશાહી મૂલ્યોને ધ્યાનમાં રાખીને વધુ વિલંબ કર્યા વિના ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરો."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.