કેનેરા બેન્કની શાખા સામે કેમ બિફ પાર્ટી યોજાઇ?
કોચીમાં BEFI કર્મચારીઓએ યોજી બિફ પાર્ટી, મેનેજરના નિર્ણય સામે રોષ
કોચીમાં કેનેરા બેન્ક આગળ BEFI કર્મચારીઓનો વિરોધ
કોચીમાં કેનેરા બેન્ક આગળ BEFI કર્મચારીઓનો વિરોધ
કેરળના કોચી શહેરમાં કેનેરા બેન્કની શાખા સામે Bank Employees Federation of India (BEFI)ના સભ્યોએ વિવાદાસ્પદ બિફ પાર્ટીનું આયોજન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ નવનિયુક્ત બેન્ક મેનેજરે કેન્ટિનમાં બિફ પીરસવા પર મૂકેલા પ્રતિબંધ સામે કરવામાં આવ્યો હતો.
કેનેરા બેન્કની કોચી શાખામાં બિહારથી આવેલા નવા મેનેજરની નિમણૂક બાદ આ વિવાદ શરૂ થયો છે. નવા અધિકારીએ પદભાર સંભાળતાની સાથે જ બેન્કની કેન્ટિનમાં ગોમાંસ પીરસવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો. આ નિર્ણયે સ્થાનિક કર્મચારીઓમાં રોષ ફેલાવ્યો છે.
BEFIના સભ્યોની શરૂઆતમાં ફરિયાદ મેનેજરના વર્તન અને કર્મચારીઓ સાથેના દુર્વ્યવહાર સંબંધી હતી. સ્થાનિક કર્મચારીઓનો આરોપ છે કે બિહારથી આવેલા મેનેજર તેમનું અપમાન કરે છે અને માનસિક હેરાનગતિ આપે છે. જો કે, જ્યારે કર્મચારીઓને ખબર પડી કે મેનેજરે કેન્ટિનમાં બિફ પીરસવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે વિરોધને નવો વળાંક મળ્યો.
ફેડરેશનના આગેવાન એસ.એસ. અનિલે સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, "બેન્કની શાખામાં એક નાની કેન્ટિન છે જ્યાં સપ્તાહના ચોક્કસ દિવસોમાં બિફ પીરસવામાં આવે છે. મેનેજરે કેન્ટિન સંચાલકને આ પ્રથા બંધ કરવાનો આદેશ આપ્યો છે."
BEFI આગેવાનોનું કહેવું છે કે આ કેન્ટિન ભારતીય બંધારણની ભાવના અનુસાર ચાલે છે અને ખોરાક વ્યક્તિગત પસંદગીની બાબત છે. તેમનો દાવો છે કે દરેક ભારતીયને પોતાની પસંદગીનું ભોજન લેવાનો અધિકાર છે અને આ અધિકારમાં દખલગીરી કરવી યોગ્ય નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.