ગુજરાતી રંગભૂમિના આધારસ્તંભ કૌસ્તુભ ત્રિવેદીનું નિધન, રંગમંચ પર શોકનો માહોલ
ગુજરાતી રંગભૂમિના આધારસ્તંભ અને અનુભવી પ્રોડ્યુસર-અભિનેતા કૌસ્તુભ ત્રિવેદીનું ૬૯ વર્ષની વયે નિધન, રંગમંચ પર શોકનો માહોલ!

ગુજરાતી રંગભૂમિના આધારસ્તંભ કૌસ્તુભ ત્રિવેદીનું નિધન

ગુજરાતી રંગભૂમિના આધારસ્તંભ કૌસ્તુભ ત્રિવેદીનું નિધન
ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મ જગત માટે એક મોટી ખોટ સર્જાઈ છે. અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં અભિનય તેમજ નિર્માતા તરીકે પોતાની અમીટ છાપ છોડનાર દિગ્ગજ કલાકાર કૌસ્તુભ ત્રિવેદીનું મુંબઈમાં ૬૯ વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતી થિયેટરમાં તેમનું યોગદાન અમૂલ્ય હતું.
બહુમુખી પ્રતિભા અને અમૂલ્ય યોગદાનકૌસ્તુભ ત્રિવેદીએ થિયેટરમાં ૧૦૦થી વધુ નાટકોનું નિર્માણ કર્યું હતું અને કેટલાક નાટકોમાં અભિનય પણ કર્યો હતો. આ ઉપરાંત, તેઓ પ્રખ્યાત ગુજરાતી ફિલ્મ 'વીર માંગડાવાળો'માં તેમના અભિનય માટે પણ જાણીતા હતા. તેમની અંતિમ યાત્રા આજે, બુધવાર, ૨૮ મે ૨૦૨૫ના રોજ સવારે ૯ કલાકે કાંદિવલી સ્થિત નિવાસસ્થાનેથી નીકળશે.
કૌસ્તુભ ત્રિવેદીનું નિધન, મેહુલ બુચે શોક વ્યક્ત કર્યો
મિત્રો અને કલાકારોની શ્રદ્ધાંજલિ
કૌસ્તુભ ત્રિવેદીના નિધનથી તેમના નજીકના મિત્રો, કલાકારો અને પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે. ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે વાત કરતા અભિનેતા અને પ્રોડ્યુસર સંજય ગોરડિયા, બાબુલ ભાવસાર અને રાજેન્દ્ર બુટાલાએ આ દિગ્ગજ કલાકાર સાથેની તેમની યાદગાર પળોને વાગોળીને શ્રદ્ધાંજલિ આપી છે.
સંજય ગોરડિયા, જેમણે કૌસ્તુભ ત્રિવેદી સાથે ૧૦૦ કરતાં વધુ નાટકોમાં પ્રોડ્યુસર અને સાથી કલાકાર તરીકે કામ કર્યું હતું, તેમણે જણાવ્યું, "અમે પાર્ટનર પછી અને મિત્ર પહેલા હતા. ૨૫ વર્ષની અમારી પાર્ટનરશિપની જર્ની એક રેકોર્ડ ગણાવી શકાય. અમારી વચ્ચે મતભેદો થયા, પણ તે કદીયે પૈસાને લઈને નહીં પણ નાટકની સર્જનાત્મકતાને બહેતર બનાવવા માટે થતાં." ગોરડિયાએ ઉમેર્યું કે, "ગુજરાતી રંગભૂમિને મોટી ખોટ પડી છે. તે ઘણા સમયથી નાટકોથી દૂર હતા, તેમ છતાં તેમનું નામ નાટકમાં હોય. નિર્માતાઓ તેમને કહેતા કે તમે કામ નહીં કરો તો પણ તમારું નામ નાટકમાં રહેશે, આ બાબત તેમના કામ પ્રત્યે ઘણું કહી જાય છે." તેમણે પોતાની અને કૌસ્તુભ ત્રિવેદીની મિત્રતાને 'લાલી લીલા' નાટક સાથે સરખાવી, જ્યાં પૈસાનો અવિશ્વાસ ક્યારેય નહોતો.
બૉલિવૂડ અભિનેતા જૉની લીવરની દીકરી જેમી લીવરના પણ અનેક શો કૌસ્તુભ ત્રિવેદીએ પ્રોડ્યુસ કર્યા છે. જેમી લીવરે પણ તેમણે ભાવુક શ્રદ્ધાંજલી આપી છે.
પ્રોડ્યુસર બાબુલ ભાવસાર શોક વ્યક્ત કરતા કહે છે કે, "કૌસ્તુભ ભલે મારી સાથે નાટકમાં હોય કે ન હોય, પણ તે હંમેશા પ્રોડક્શનમાં દરેકને ગાઈડ કરતો. રંગભૂમિ માટે હંમેશા છાતી કાઢીને ઊભા રહી જાય તેવી વ્યક્તિ એટલે કૌસ્તુભ ત્રિવેદી. આ ક્ષેત્રથી જોડાયેલ દરેક વ્યક્તિ તેમને જરૂર યાદ કરશે. તેઓ અનેક વખત મારા મદદગાર તરીકે આગળ આવ્યા છે અને નાટક અંગે સૌથી પ્રામાણિક વ્યક્તિ. તેમની સાથે કામ કરતી વખતે મને પૈસાની બાબતે કોઈ પણ વિવાદ કે તકલીફ થઈ નથી. તેઓ નાટકને ઉત્તમ બનાવવા માટે બધા જ પ્રયત્ન કરે. 'ભગવાન તારું ભલું કરે' આ વાક્ય તેમની જીભે હોય જ."
આ સાથે અભિનેત્રી છાયા વોરા, અને મેઘના ખાંડેકર પણ આ દિગ્ગજ કલાકારને શ્રદ્ધાંજલી આપી શોક વ્યક્ત કર્યો છે.
પ્રોડ્યુસર રાજેન્દ્ર બુટાલા કૌસ્તુભ ત્રિવેદીને યાદ કરતા કહે છે કે, "હું અને તે ફક્ત નિર્માતા તરીકે જ નહીં પણ મિત્રો તરીકે પણ સાથે જોડાયેલા હતા. તેમની બાહોશ કુશળતા, સ્વભાવ અને જે વિઝન હતું તે ખરેખર પ્રશંસનીય છે. તેમના નિધનથી ગુજરાતી રંગભૂમિને મોટી ખોટ સાલશે. નાટક ન ચાલે તો પોતાની ભૂલ હોય તો સ્વીકારી લે તે કલાકારનું નામ કૌસ્તુભ ત્રિવેદી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર સાથે હું છું."
કૌસ્તુભ ત્રિવેદીનું નિધન ગુજરાતી કલા જગત માટે એક અપુરણીય ક્ષતિ છે, જેમણે પોતાની કલા અને સમર્પણથી રંગભૂમિને સમૃદ્ધ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.