આતંકી હુમલા બાદ શાંતિનો માહોલ, Jammu-Kashmir ના પ્રવાસી સ્થળો 17 જૂનથી પ્રવાસીઓ માટે ખુલ્લા
પ્રવાસનને વેગ આપવા માટે કટરા-શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા પણ શરૂ કરાઈ છે, જેની ટિકિટો આગામી...

કાશ્મીરમાં ફરી ખીલશે પર્યટન...

કાશ્મીરમાં ફરી ખીલશે પર્યટન...
22 એપ્રિલના આતંકી હુમલા બાદ સુરક્ષાના કારણોસર બંધ કરાયેલા જમ્મુ-કાશ્મીરના પ્રવાસી સ્થળોને હવે તબક્કાવાર રીતે ફરીથી ખોલવાની જાહેરાત લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા કરવામાં આવી છે. આ જાહેરાતથી પ્રવાસન ઉદ્યોગમાં નવેસરથી આશાનો સંચાર થયો છે અને પ્રવાસીઓમાં ફરીથી વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
17 જૂનથી પ્રવાસીઓ માટે ખુલ્લા થશે આ સ્થળો...
પ્રાપ્ત માહિતી અનુસાર, 17 જૂન, 2025 થી બેતાબ વેલી, વેરીનાગ, કોકરનાગ અને અચબલ ગાર્ડન જેવા લોકપ્રિય પ્રવાસી સ્થળો ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. આ નિર્ણય કશ્મીરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવાના સરકારના પ્રયાસોનો એક ભાગ છે.
વંદે ભારત ટ્રેન સેવા અને ચેનાબ બ્રિજ...
પ્રવાસનને વેગ આપવા માટે કટરા-શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનની ટિકિટો આગામી 10 દિવસ માટે સંપૂર્ણપણે બુક થઈ ગઈ છે, જે પ્રવાસીઓના ઉત્સાહને દર્શાવે છે. પ્રવાસીઓને ચેનાબ બ્રિજ પરથી મુસાફરીનો એક અનોખો અને યાદગાર અનુભવ મળશે, જે વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલોમાંનો એક છે.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash : 4 કલાકમાં જ બચાવ કામગીરીનો મોટો હિસ્સો સંપન્ન - બંછાનિધિ પાની
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ભારપૂર્વક જણાવ્યું કે, સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવા અને પર્યટનના પુનર્જીવન માટેના પ્રયાસો તેજ બનાવવામાં આવ્યા છે. આતંકી ઘટનાઓ બાદ પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો, પરંતુ હવે ફરીથી તેને ધબકતો કરવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પગલાં જમ્મુ-કાશ્મીરના અર્થતંત્રને વેગ આપવા અને સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવામાં મદદ કરશે.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash : મૃતદેહોની ઓળખ પડકારરૂપ, DNA મેચિંગની જટિલ પ્રક્રિયા વેગવંતી...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.