કંગના ઉવાચ...99 ટકા લગ્નોમાં પુરુષોની ભૂલ
અતુલ પાસે કરોડો રુપિયાની માગ કરાઇ તે નિંદનીય

કંગના ઉવાચ...99 ટકા લગ્નોમાં પુરુષોની ભૂલ

કંગના ઉવાચ...99 ટકા લગ્નોમાં પુરુષોની ભૂલ
બેંગલુરુના એઆઇ એન્જિનીયર સુભાષની આત્મહત્યાની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. પત્નીના ત્રાસથી કંટાળીને તેણે સોમવારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મરતા પહેલા તેણે લગભગ દોઢ કલાકનો વીડિયો બનાવ્યો હતો. 24 પાનાની સુસાઈડ નોટ પણ છોડી હતી. આ કિસ્સાએ દેશની કાયદાકીય વ્યવસ્થાને લઈને પણ નવી ચર્ચા જગાવી છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ અને બીજેપી સાંસદ કંગના રનૌતે આ મામલે એક નિવેદન આપ્યું છે, જે વિવાદાસ્પદ બની શકે છે. કંગનાએ કહ્યું કે, " એક ખોટી મહિલાનું ઉદાહરણ લઈને રોજ જે મહિલાઓને પ્રતાડિત કરવામાં આવે છે , તેની સંખ્યાને નકારી શકાય નહીં. 99 ટકા લગ્નોમાં પુરૂષોની ભૂલ હોય છે, તેથી જ આવી સમસ્યા થાય છે."
કંગના રનૌતે કહ્યું, "દેશને આઘાત લાગ્યો છે. તેમનો વીડિયો હ્રદયસ્પર્શી છે. જ્યાં સુધી લગ્ન આપણી ભારતીય પરંપરા સાથે જોડાયેલા છે ત્યાં સુધી તે સારું છે. પરંતુ તેમાં સામ્યવાદ, સમાજવાદ અને એક રીતે નિંદનીય નારીવાદનો કીડો છે. તે એક સમસ્યારૂપ બાબત છે."
હિમાચલના મંડીના બીજેપી સાંસદ કંગનાએ કહ્યું, "તેમની (અતુલ સુભાષ) પાસેથી કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી, જે તેમની ક્ષમતાની બહાર હતી. આ નિંદનીય છે. યુવાનો પર આવો બોજ ન હોવો જોઈએ. તેમના પગારમાંથી, તે (અતુલ સુભાષ) ત્રણ ગણી રકમ આપતા હતા આ બાબતની સમીક્ષા થવી જોઈએ અને આવી ઘટનાઓનો સામનો કરવા માટે એક અલગ બોડી પણ બનાવવી જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ