Jharkhand : 48 કલાકમાં 10 નાં મોત, પૂર-ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત, ખૂન્ટીમાં પૂલ ધરાશાયી!
રાંચી, હઝારીબાગ, અને સિમડેગા જેવા વિસ્તારોમાં રોડ, ઘર, પુલ અને કૂવા ધરાશાયી થવાના બનાવોએ જનજીવનને ખોરવી નાખ્યું...

ઝારખંડમાં મેઘતાંડવ...

ઝારખંડમાં મેઘતાંડવ...
ઝારખંડ (Jharkhand) રાજ્યમાં છેલ્લા 48 કલાકથી અનરાધાર વરસાદે રીતસરનો હાહાકાર મચાવ્યો છે. મેઘરાજાના આ ભયાવહ પ્રકોપને કારણે રાજ્યભરમાં વિવિધ ઘટનાઓમાં ઓછામાં ઓછા 10 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 25 થી વધુ લોકો ઘાયલ થયા છે. રાંચી, હઝારીબાગ, ચતરા, સિમડેગા અને જમશેદપુર જેવા શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં રોડ, ઘર, પુલ અને કૂવા ધરાશાયી થવાના બનાવોએ જનજીવનને ખોરવી નાખ્યું છે.
બાળકો સહિત નિર્દોષોના ભોગ...
સૌથી હૃદયદ્રાવક ઘટના ખૂન્ટી જિલ્લાના મુરહૂ ગામમાંથી સામે આવી છે, જ્યાં અર્ધ નિર્મિત કૂવો ધરાશાયી થતા 9 અને 10 વર્ષની ઉંમરના બે માસૂમ બાળકોના મોત થયા છે. 22 કલાકથી વધુ સમય સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ તેમના મૃતદેહો બહાર કાઢી શકાયા હતા. દોડમા (તોરપા) ગામે માટીની દીવાલ ખસી પડતા એક 19 વર્ષીય યુવકનું મોત થયું છે. ચાઈબાસા અને તમાડમાં ઘર તૂટી પડવાથી એક મહિલા અને 6 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ત્રણ બાળકો ઘાયલ થયા છે. રાંચીના મુરપા ગામે પણ માટીના મકાન નીચે દટાઈ જવાથી એક 10 વર્ષની બાળકીનું મોત થયું છે.
માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન...
સતત વરસાદને કારણે રાજ્યની માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે. સિમડેગાને ઓડિશા સાથે જોડતો મુખ્ય પુલ ધ્વસ્ત થઈ ગયો છે, જેમાં એક ટ્રક પણ ફસાઈ ગયો હતો. અડકીમાં નિર્માણાધીન પુલ પર 6 મજૂરો ફસાયા હતા, જેમને બચાવવા માટે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. હજારીબાગમાં બસ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે, અને બોકારો, ધનબાદ, જમશેદપુરમાં રોડ અકસ્માતથી 5 લોકોના મોત થયા છે. વિશ્વામભરમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા માર્ગો પર પાણી ભરાયા છે, અને વીજળી-પાણીના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
NDRF નું સઘન રેસ્ક્યૂ ઓપરેશન...
રાજ્યમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં NDRF ની ટીમો દેવદૂત બનીને આવી છે. નામકુમ અને રજરપ્પા જેવા વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા અનેક લોકોને NDRF દ્વારા સફળતાપૂર્વક બચાવવામાં આવ્યા છે. ટાટા સ્ટીલની સહાયક કંપની Tayo Rolls ની એક ખાલી બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, જોકે સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો : Delhi : દેશભરમાં ₹51,000 કરોડના ઈ-ચલણ અધ્ધરતાલ, તંત્રની બેદરકારી કે લોકોનો બેફામ વલણ?
નદીઓ ભયજનક સપાટીએ, રેડ એલર્ટ જાહેર...
જમશેદપુરમાં ખર્કઈ અને સ્વર્ણરેખા નદીઓ ઊફાની સ્થિતિમાં છે અને ખતરના નિશાનની નજીક વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ભય તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ, ઉત્તર-પૂર્વ ઝારખંડમાં લો પ્રેશર ઝોન સર્જાતા આગામી સમયમાં પણ ભારે વરસાદની સંભાવના છે. રાંચી, ખૂન્ટી, લોહર્ડાગા, ગુમલા અને સિમડેગા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય ઘણા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ યથાવત છે.
આ પણ વાંચો : Mumbai : 160 બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરતા પોલીસ કાફલાની 19 ગાડીઓ અથડાઈ!
ઝારખંડ (Jharkhand)માં વરસાદે સર્જેલી આ ભયાવહ સ્થિતિએ રાજ્યમાં અરેરાટી વ્યાપી છે. બાળકોના મોત અને વ્યાપક વિનાશ જોઈને તંત્રએ યુદ્ધના ધોરણે રાહત, બચાવ અને પુનર્વસન કામગીરી હાથ ધરવી પડશે. નાગરિકોને પણ સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે તાત્કાલિક પગલાં ભરવા વિનંતી છે.
આ પણ વાંચો : "દેશમાં અંગ્રેજી બોલનારાઓને ટૂંક સમયમાં શરમ આવશે, આવા સમાજનું નિર્માણ દૂર નથી": અમિત શાહ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.