જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટતાં 3ના મોત
જમ્મુ-કાશ્મીરના રામબનના રાજગઢ વિસ્તારમાં આભ ફાટ્યું, જેના કારણે પૂરમાં 3 લોકોના મોત
વાદળ ફાટવાની ઘટના
વાદળ ફાટવાની ઘટના
જમ્મુ-કાશ્મીરમાં રામબન જિલ્લાના રાજગઢ વિસ્તારમાં આભ ફાટ્યું અને વિનાશ સર્જાયો છે. આ ઘટના શનિવારની વહેલી સવારે લગભગ 12:30 વાગ્યે બની હતી, જેના કારણે 2 મકાનો અને એક શાળાની ઈમારતને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધી, આ દુર્ઘટનામાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 2 લોકો હજુ પણ ગુમ છે.
સ્થાનિક તંત્રે કામગીરી શરૂ કરી
સ્થાનિક તંત્રે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. બચાવ ટીમો કાટમાળમાં દટાયેલા અને પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. સતત વરસાદને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.
અસ્થાયી રાહત કેમ્પની વ્યવસ્થા
પ્રભાવિત લોકો માટે અસ્થાયી રાહત કેમ્પની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ ઘટનાને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેના કારણે લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. જમ્મુ ક્ષેત્રમાં તાજેતરના સમયમાં ભારે વરસાદને કારણે અનેક દુર્ઘટનાઓ બની છે. 14 ઓગસ્ટથી 26 ઓગસ્ટ દરમિયાન કિશ્તવાર, કઠુઆ અને રીઆસી જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 138 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.