જયપુર બ્લાસ્ટ: દુર્ઘટના માં અત્યાર સુધી 8 લોકોના મોત થયા
દુર્ઘટનામાં 40 લોકો દાઝી ગયા જેમાં 35 લોકોની હાલત અતિ ગંભીર, 300 મીટરની ત્રિજ્યામાં ઘણા વાહનો લપેટમાં આવ્યા

જયપુર બ્લાસ્ટ : વિસ્ફોટ એટલો જોરદાર હતો કે અવાજ 10 કિમી સુધી સંભળાયો હતો

જયપુર બ્લાસ્ટ : વિસ્ફોટ એટલો જોરદાર હતો કે અવાજ 10 કિમી સુધી સંભળાયો હતો
જયપુર-અજમેર હાઇવે પર કેમિકલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં અનેક લોકો દાઝી ગયા હતા. પોલીસે જણાવ્યું કે શુક્રવારે સવારે કેમિકલ ભરેલી એક ટેન્કર એલપીજી ભરેલી બીજી ટેન્કર સાથે અથડાઈ હતી અને આગ લાગી હતી. આ દુર્ઘટના માં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે જ્યારે 40 લોકો દાઝી ગયા છે જેમાં 35 લોકોની હાલત અતિ ગંભીર ગણાવાઇ છે.
ભાંકરોટા સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) મનીષ ગુપ્તાએ જણાવ્યું હતું કે આગની ઝપેટમાં ઘણી ટ્રકો આવી ગઇ હતી. જો કે કેટલી ટ્રકો સળગી ગઇ છે તેની હજુ સ્પષ્ટ માહિતી મળી નથી. તેમણે જણાવ્યું કે આ ઘટના પેટ્રોલ પંપની સામે બની હતી. મળતી માહિતી મુજબ, ટેન્કર અન્ય વાહનો સાથે અથડાતા જ 20 વાહનોમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં 6 લોકો જીવતા દાઝી ગયા હતા, જ્યારે 40 લોકો દાઝી ગયા હોવાનું કહેવાય છે.
અકસ્માત સમયે થયેલા વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વિસ્ફોટનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો, જેથી સ્થાનિક રહેવાસીઓ ડરી ગયા હતા. આગ એટલી ભયંકર હતી કે 300 મીટરની ત્રિજ્યામાં ઘણા વાહનો તેની લપેટમાં આવી ગયા હતા અને સંપૂર્ણપણે બળી ગયા હતા. ઘણી ઇંધણની ટાંકીઓ ફાટવાથી વારંવાર વિસ્ફોટ થયા. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આગની જ્વાળાઓ દૂરથી દેખાતી હતી.
ટેન્કરમાં બ્લાસ્ટ થયા બાદ કેમિકલ લગભગ 500 મીટર સુધી રોડ પર ફેલાઈ ગયું હતું. જેના કારણે અનેક વાહનોમાં આગ લાગી હતી. કેમિકલના કારણે એક ફેક્ટરી પણ બળી ગઈ હતી.
અકસ્માત બાદ તરત જ સીએમ ભજનલાલ શર્મા એસએમએસ હોસ્પિટલમાં ગયા અને ડોક્ટરોને તાત્કાલિક જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા અને ઘાયલોની યોગ્ય કાળજી લેવા સૂચના આપી. સીએમએ કહ્યું કે વહીવટીતંત્ર દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને ઈમરજન્સી સેવાઓ સંપૂર્ણ સતર્કતા સાથે કામ કરી રહી છે.
બીજી તરફ કેમિકલ અને ગેસના કારણે આગ ઓલવવામાં ટીમને ભારે મુશ્કેલી પડી રહી છે. બચાવ સભ્યો માસ્ક પહેરીને ઓપરેશનમાં રોકાયેલા છે.
ટેન્કરમાં બ્લાસ્ટ થયા બાદ આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. સવારે 6 વાગ્યાની આસપાસ ભાંકરોટા વિસ્તારમાં જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. જ્યાં કેમિકલ ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો તેની સામે પેટ્રોલ પંપ અને એક તરફ ડીપીએસ સ્કૂલ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ