નવા વર્ષ ૨૦૨૬ના પ્રારંભે મોંઘવારીનો ઝટકો
કોમર્શિયલ ગેસના ભાવમાં 111 રૂપિયાનો તોતિંગ વધારો; જાણો આજથી અમલી બનેલા ૫ મોટા ફેરફારો

આજથી આ 4 નિયમો બદલાશે

આજથી આ 4 નિયમો બદલાશે
નવા વર્ષના પ્રથમ દિવસે જ જનતા માટે મિશ્ર સમાચાર આવ્યા છે. સરકાર અને વિવિધ ક્ષેત્રની કંપનીઓએ લીધેલા નિર્ણયોને કારણે કેટલીક વસ્તુઓના ભાવ વધ્યા છે તો કેટલીક જગ્યાએ મોટી રાહત પણ મળી છે.
૧. કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘો થયો: નવા વર્ષના પહેલા જ દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મોંઘવારીનો ડામ આપ્યો છે. ૧૯ કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૧૧નો વધારો કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ દિલ્હીમાં સિલિન્ડરનો ભાવ રૂ. ૧૬૯૧.૫૦ અને મુંબઈમાં રૂ. ૧૬૪૨.૫૦ થયો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ વપરાશના ૧૪ કિલોના સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.
૨. હવાઈ મુસાફરી સસ્તી થવાના સંકેત: સરકારે વિમાનના ઈંધણ (ATF)ના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં જેટ ફ્યુઅલની કિંમત રૂ. ૯૯,૬૭૬થી ઘટીને હવે રૂ. ૯૨,૩૨૩ પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. ઈંધણના ભાવ ઘટવાથી એરલાઇન્સ કંપનીઓ આગામી દિવસોમાં ટિકિટના ભાવ ઘટાડી શકે છે, જે પ્રવાસીઓ માટે સારા સમાચાર છે.
૩. નવી કાર ખરીદવી હવે મોંઘી પડશે: જો તમે ૨૦૨૬માં નવી ગાડી લેવાનું સ્વપ્ન જોઈ રહ્યા હોવ, તો થોડું વધુ બજેટ ફાળવવું પડશે. ટાટા, મહિન્દ્રા અને મારૂતિ જેવી અનેક દિગ્ગજ ઓટોમોબાઈલ કંપનીઓએ ઉત્પાદન ખર્ચ વધવાનું કારણ આપીને આજથી પોતાની કારના મોડેલ્સમાં ભાવ વધારો લાગુ કરી દીધો છે.
૪. ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપાર કરારનો મોટો ફાયદો: આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વ્યાપાર કરારના ૩ વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક તકે ઓસ્ટ્રેલિયા હવે ભારતથી આવતી તમામ ચીજવસ્તુઓ પર ઝીરો ટેરિફ (શૂન્ય ટેક્સ) લાગુ કરી રહ્યું છે. આ નિર્ણયથી ભારતીય નિકાસકારોને ગ્લોબલ માર્કેટમાં મોટો ફાયદો થશે અને વિદેશી મુદ્રામાં વધારો થશે.
૫. જાન્યુઆરીમાં બેન્કો ૧૬ દિવસ બંધ રહેશે: RBI દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ, જાન્યુઆરી ૨૦૨૬માં રવિવાર અને બીજા-ચોથા શનિવાર ઉપરાંત મકરસંક્રાંતિ અને ૨૬મી જાન્યુઆરીની રજાઓ મળીને કુલ ૧૬ દિવસ બેન્કોમાં રજા રહેશે. જોકે, આ દરમિયાન ATM અને ઓનલાઈન બેન્કિંગ સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.