ઈન્દોર પોલીસના દરોડા: IASના ફાર્મહાઉસમાં જુગારધામ
ઈન્દોરમાં IAS ના નામે નોંધાયેલા બંગલામાં જુગારની મહેફિલ; ₹28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

IASના ફાર્મહાઉસમાં જુગારધામ

IASના ફાર્મહાઉસમાં જુગારધામ
મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને વરિષ્ઠ IAS અધિકારી વંદના વૈદ્યના નામે નોંધાયેલા ફાર્મહાઉસ પર ચાલતા જુગારધામને ઝડપી પાડ્યું છે.
આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 18 જુગારીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય પાંચ લોકો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા.
રવિવારે રાત્રે ખેલાયો ખેલ
પોલીસને બાતમી મળી હતી કે એક ફાર્મહાઉસમાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે. જ્યારે પોલીસ ટીમ પહોંચી ત્યારે મુખ્ય દરવાજો બહારથી બંધ હતો, પરંતુ અંદરથી અવાજો આવી રહ્યા હતા.
પોલીસે પાછળના દરવાજેથી પ્રવેશ કરીને વરંડામાં પત્તા રમી રહેલા શખ્સોને ઘેરી લીધા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ પ્રોપર્ટી પૂર્વ કલેક્ટર અને હાલ મધ્યપ્રદેશ ફાયનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનના એમડી વંદના વૈદ્ય અને તેમના પતિ અંબરીષ વૈદ્યના નામે છે.
લાખોનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે ₹13.67 લાખ રોકડા, 30 મોબાઈલ ફોન અને બે લક્ઝરી કાર જપ્ત કરી છે. જપ્ત કરાયેલી કુલ મિલકતની કિંમત અંદાજે ₹28.67 લાખ થાય છે.
એસપી યાંગચેન ડોલકર ભૂટિયાના જણાવ્યા અનુસાર, જગદીશ રાઠોડ ઉર્ફે 'અંકલ' આ રેકેટનો મુખ્ય સૂત્રધાર છે. ફાર્મહાઉસના રખેવાળ રણજીત ચૌધરીએ પૈસાની લાલચમાં અહીં જુગાર રમવાની છૂટ આપી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
IAS અધિકારીની સફાઈ
આ મામલે IAS વંદના વૈદ્યએ જણાવ્યું હતું કે, તેમને આ ઘટનાની જાણ સોશિયલ મીડિયા દ્વારા થઈ છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ તેમની ખાનગી મિલકત છે જે રખેવાળ સંભાળે છે અને ધરપકડ કરાયેલા લોકો સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેમણે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. પોલીસ હાલ મોબાઈલ ડેટાના આધારે આ રેકેટના અન્ય તાર મેળવવા તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ