ઇન્ડિગો ફ્લાઈટ્સના ભાડામાં આજથી વધારો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર; જેટ ફ્યુઅલ મોંઘું થતા એરલાઇન્સનો નિર્ણય

ઇન્ડિગો ફ્લાઈટ્સના ભાડામાં વધારો

ઇન્ડિગો ફ્લાઈટ્સના ભાડામાં વધારો
જો તમે હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારે ખિસ્સું વધુ હળવું કરવું પડશે. દેશની અગ્રણી એરલાઇન ઇન્ડિગોએ આજથી (14 માર્ચ, 2026) તેની તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ફ્યુઅલ સરચાર્જ લાગુ કરી દીધો છે.
પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં થયેલા ભારે ઉછાળાને આ વધારાનું મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું છે.
કયા રૂટ પર કેટલો ચાર્જ લાગશે?
ઇન્ડિગોના જણાવ્યા અનુસાર, ફ્યુઅલ ચાર્જ મુસાફરીના અંતરના આધારે નક્કી કરવામાં આવ્યો છે:
ડોમેસ્ટિક અને ઉપમહાદ્વીપ: રૂ. 425 (Air India ના રૂ. 399 કરતા વધુ)
મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ): રૂ. 900
દક્ષિણ પૂર્વ એશિયા, ચીન અને આફ્રિકા: રૂ. 1,800
યુરોપિયન દેશો: રૂ. 2,300
યુદ્ધની અસર અને એરલાઇન્સની મજબૂરી
એવિએશન ફ્યુઅલ એરલાઇન્સના કુલ સંચાલન ખર્ચના આશરે 40% જેટલો હિસ્સો ધરાવે છે. ઇન્ડિગોએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, "પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવને કારણે ઈંધણના ભાવમાં મોટો વધારો થયો છે. ગ્રાહકો પર ઓછો બોજ પડે તે રીતે અમે આ સાધારણ ચાર્જ ઉમેરવાનો નિર્ણય લીધો છે."
અન્ય એરલાઇન્સ પણ લાઈનમાં?
નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલા જ એર ઈન્ડિયા ગ્રુપે પણ આવો જ ચાર્જ લાગુ કર્યો હતો. હવે ઇન્ડિગોના આ પગલા બાદ સ્પાઈસ જેટ અને અકાસા એર જેવી અન્ય એરલાઇન્સ પણ આગામી દિવસોમાં ભાડામાં વધારો કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. આજથી (14 માર્ચ) થતા તમામ નવા બુકિંગમાં આ વધારાના ભાવ સામેલ હશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ