ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. તાજેતરમાં પહેલગામ હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. પરંતુ ત્યારથી પાકિસ્તાન સતત મિસાઇલ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે, જેને ભારતીય સેના વારંવાર હવામાં જ તોડી પાડી રહી છે. આજે ફરી એકવાર ભારતીય સેનાએ પાકિસ્તાનના ફાઇટર જેટને તોડી પાડ્યા છે. બીજી તરફ, પાકિસ્તાન તરફથી આજે અબ્દાલી અને ફતેહ 1 અને ફતેહ 2 મિસાઇલ છોડવામાં આવી હતી, જેને ભારતીય સેનાએ હરિયાણાના સિરસામાં જ તોડી પાડી હતી.
બ્રહ્મોસ મિસાઇલ સંપૂર્ણપણે સુરક્ષિત...
આ દરમિયાન ભારતીય સેના અને વિદેશ મંત્રાલયે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ દરમિયાન વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે ભારતનું એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ S400 ને કોઈ નુકસાન થયું નથી. આ સાથે જ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન દ્વારા ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે કે જે બેઝ પર બ્રહ્મોસ મિસાઇલ રાખવામાં આવી છે, તેને તબાહ કરી દેવામાં આવી છે. વિદેશ સચિવે જણાવ્યું હતું કે, બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ પણ તબાહ થઈ નથી. તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગઈ રાતથી અત્યાર સુધી પાકિસ્તાને 26 સ્થળો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેમાં પાકિસ્તાને યુએવી, ફાઇટર જેટ્સ અને મિસાઇલનો ઉપયોગ કર્યો હતો.
ભારતને ઓછું નુકસાન...
વિદેશ સચિવે જણાવ્યું હતું કે ભારતને આ હુમલામાં ખૂબ જ ઓછું નુકસાન થયું છે. જ્યારે આ પ્રેસ બ્રીફિંગમાં કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે પશ્ચિમી સરહદ પર પાકિસ્તાનની સેનાની સંખ્યા વધારવામાં આવી રહી છે, જે દર્શાવે છે કે પાકિસ્તાનની નિયત ઠીક નથી. વિશ્વભરને પાકિસ્તાનની આ હરકતથી વાકેફ કરવામાં આવ્યા છે. કર્નલ સોફિયા અંસારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સિવિલ એરલાઇન્સનો સહારો લઈને હવાઈ હુમલા કરી રહ્યું છે અને સૈન્ય ઠેકાણાઓ ઉપરાંત નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કર્નલ સોફિયાએ જણાવ્યું હતું કે જવાબી કાર્યવાહી કરતાં ભારતીય સેનાએ કુલ 6 એરબેઝને નષ્ટ કરી દીધા છે, જેમાં રફીકી, રહીમયાર ખાન, નૂરખાન, ચકલાલા, ચુનિયા, સુક્કુર એરબેઝનો સમાવેશ થાય છે.