યુપીમાં ઓનર કિલિંગ: માતા-ભાઈએ જ દીકરીને પતાવી
હિન્દુ યુવક સાથેના સંબંધોથી નારાજ માતા-ભાઈએ જ દીકરીને ઝેર આપ્યું, કોલ રેકોર્ડથી ખુલી પોલ

યુપીમાં ઓનર કિલિંગ

યુપીમાં ઓનર કિલિંગ
ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સામાજિક પ્રતિષ્ઠાના નામે એક માતા અને ભાઈએ મળીને પોતાની જ 19 વર્ષીય દીકરી ફરઝાનાની હત્યા કરી નાખી.
એટલું જ નહીં, ગુના પર પડદો પાડવા માટે પરિવારે દીકરીના પ્રેમી સુનિલ યાદવ પર હત્યાનો આરોપ લગાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેકનિકલ તપાસમાં પરિવારના જ પાપનો પર્દાફાશ થયો છે.
સમગ્ર ઘટનાક્રમ
પોલીસ તપાસ અનુસાર, ગજીપુર વિસ્તારની રહેવાસી ફરઝાના ગયા વર્ષે ઓક્ટોબરમાં સોશિયલ મીડિયા દ્વારા સુનિલ યાદવના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે મિત્રતા વધી અને સુનિલે લગ્નની ખાતરી આપી હતી.
આ દરમિયાન ફરઝાના ગર્ભવતી બની હતી. જ્યારે પરિવારે આ અંગે જાણ કરી, ત્યારે માતા અફસાના અને ભાઈ અફસરે તેને માર મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. સુનિલે તેને થોડા દિવસ સાથે રાખી ગર્ભપાત કરાવ્યો હતો, જેનાથી તેની તબિયત લથડી હતી.
રેલવે સ્ટેશનથી ખેતર સુધીનો ખૂની ખેલ
26 ફેબ્રુઆરીએ ફરઝાના બેભાન અવસ્થામાં રેલવે સ્ટેશન પર મળી આવી હતી. હોસ્પિટલમાં તેણે સુનિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ બાદમાં તેનો પરિવાર તેને ઘરે લઈ ગયો હતો.
1 માર્ચની રાત્રે, સામાજિક બદનામીના ડરથી માતા અને ભાઈએ તેને ખેતરમાં લઈ જઈ બળજબરીથી સલ્ફાસ પાવડર ખવડાવી દીધો, જેનાથી તેનું મોત નિપજ્યું.
પોલીસ તપાસમાં ખુલી પોલ
હત્યા બાદ માતાએ પોતે પોલીસને ફોન કરીને સુનિલ યાદવ પર ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ડીએસપી બ્રજ મોહન રાયના નેતૃત્વમાં થયેલી તપાસમાં સર્વેલન્સ ડેટા અને કોલ ડિટેલ્સના આધારે જાણવા મળ્યું કે ઘટનાના સમયે માતા-ભાઈ હાજર હતા.
કડક પૂછપરછમાં બંનેએ ગુનો કબૂલી લીધો હતો. ગજીપુર પોલીસે માતા અફસાના (48) અને ભાઈ અફસર (26) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ