WPL માં ગુજરાત જાયન્ટ્સે 1.90 કરોડ રૂપિયામાં સિમરન શેખને સામેલ કરી
16 વર્ષની કમલિની 16 ગણી વધુની કિંમતે મુંબઈમાં સામેલ

WPL માં ગુજરાત જાયન્ટ્સે 1.90 કરોડ રૂપિયામાં સિમરન શેખને સામેલ કરી

WPL માં ગુજરાત જાયન્ટ્સે 1.90 કરોડ રૂપિયામાં સિમરન શેખને સામેલ કરી
વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2025 માટે બેંગલુરુમાં મિની ઓક્શન ચાલી રહ્યું છે. સૌથી મોટી બોલી મુંબઈના ઓલરાઉન્ડર સિમરન શેખ પર લગાવવામાં આવી હતી, જેને ગુજરાત જાયન્ટ્સે 1.90 કરોડ રૂપિયામાં સામેલ કરી હતી. અનકેપ્ડ બેટર્સ જી કમલિની, પ્રેમા રાવત અને વેસ્ટ ઈન્ડિઝની ઓલરાઉન્ડર ડિઆન્ડ્રા ડોટિનની બોલી પણ રૂ. 1 કરોડને પાર કરી ગઈ હતી.
પ્રથમ રાઉન્ડમાં 7 ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા, જ્યારે કુલ 29 ખેલાડીઓ અનસોલ્ડ રહ્યાં હતાં. સ્નેહ રાણા, હીથર નાઈટ, કિમ ગાર્થ અને પૂનમ યાદવ જેવા મોટા ખેલાડીઓને કોઈ ટીમે પોતાની સામેલ કરી નહોતી. ઓક્શનમાં 124 ખેલાડીઓના નામ આવશે, જેમાંથી ટીમમાં માત્ર 19 ખેલાડીઓ ખાલી છે. ટુર્નામેન્ટની ત્રીજી સિઝન જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં શરૂ થશે.
રાઉન્ડ-1માં 36 ખેલાડીઓના નામ આવ્યા, જેમાંથી 4ની બોલી રૂ. 1 કરોડને વટાવી ગઈ. ગુજરાતે સિમરન શેખને રૂ. 1.90 કરોડમાં અને ડિઆન્ડ્રા ડોટિનને રૂ. 1.70 કરોડમાં સામેલ કરી હતી. જ્યારે મુંબઈએ અનકેપ્ડ જી કમલિનીને રૂ. 1.60 કરોડમાં લીધી હતી. પ્રેમા રાવતને બેંગલુરુએ 1.20 કરોડમાં સામેલ કરી.
4 કરોડપતિ ખેલાડીઓ ઉપરાંત મુંબઈએ નાદિન ડી ક્લાર્કને પણ 30 લાખ રૂપિયામાં લીધી. જ્યારે દિલ્હી કેપિટલ્સે એન ચારણીને રૂ. 55 લાખમાં અને નંદિની કશ્યપને રૂ. 10માં લીધી હતી. ટીમે સિમરન શેખ, જી કમલિની અને પ્રેમા રાવત માટે પણ બોલી લગાવી હતી. યુપી વોરિયર્સે હજુ સુધી કોઈ ખેલાડીને લીધી નથી.
પ્રેમા રાવતને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બેઝ પ્રાઇસ કરતાં 12 ગણી વધુ કિંમતે સામેલ કરી. તેની બેઝ પ્રાઇસ 10 લાખ રૂપિયા હતી, બેંગલુરુ સિવાય દિલ્હીએ પણ તેના માટે બોલી લગાવી હતી. આખરે RCBએ રાવતને 1.20 કરોડ રૂપિયામાં સામેલ કરી.
મુંબઈ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલી ઓલરાઉન્ડર સિમરન શેખ મિની ઓક્શનમાં સૌથી મોંઘી રહી હતી. તેને ગુજરાત જાયન્ટ્સે 1.90 કરોડ રૂપિયામાં સામેલ કરી હતી. તેની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી. દિલ્હી કેપિટલ્સે પણ તેના માટે બોલી લગાવી, પરંતુ અંતે ગુજરાત જીત્યું. દિલ્હીએ ફરી નંદિની કશ્યપને 10 લાખ રૂપિયામાં સામેલ કરી.
મુંબઈ ઈન્ડિયન્સે તમિલનાડુ તરફથી રમતી 16 વર્ષીય ઓલરાઉન્ડર જી કમલિની માટે 16 ગણી વધુ રકમ ચૂકવી હતી. તેની બેઝ પ્રાઇસ માત્ર 10 લાખ રૂપિયા હતી, મુંબઈએ તેને 1.60 કરોડ રૂપિયામાં સામેલ કરી હતી.. દિલ્હી કેપિટલ્સે પણ તેના માટે બોલી લગાવી હતી.
સાઉથ આફ્રિકાની ઓલરાઉન્ડર નાદીન ડી ક્લાર્કને મુંબઈ ઈન્ડિયન્સે બેઝ પ્રાઇસમાં જ પોતાની ટીમમાં સામેલ કરી હતી. તેની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી. મુંબઈ સિવાય અન્ય કોઈ ટીમે ક્લાર્ક માટે બોલી લગાવી ન હતી. તેના પછી શુભા સતીશ, સુષ્મા વર્મા, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ અને ઈલાના કિંગ અનસોલ્ડ રહ્યાં.
પ્રથમ સિઝનમાં ગુજરાત જાયન્ટ્સની કેપ્ટનશિપ કરનાર સ્નેહ રાણાને ત્રીજી સિઝનમાં કોઈ ટીમે તેને સામેલ નથી કરી. તેની બેઝ પ્રાઇસ પણ માત્ર 30 લાખ રૂપિયા હતી. તેની સાથે, લોરેન બેલ પણ અનસોલ્ડ રહી.
ઓક્શનના પ્રથમ સેટમાં બે મોટા ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા. ઇંગ્લેન્ડની કેપ્ટન હીથર નાઈટ અને ભારતની લેગ સ્પિનર પૂનમ યાદવને કોઈએ ટીમમાં સામેલ કરી નહોતી. તેની સાથે, ડેનિયલ ગિબ્સન અને શિનેલ હેનરી પણ અનસોલ્ડ રહી હતી.
વેસ્ટ ઈન્ડિઝની ડિઆન્ડ્રા ડોટિનનું નામ પ્રથમ આવ્યું, તેની બિડ 50 લાખની બેઝ પ્રાઇસથી 1 કરોડને વટાવી ગઈ. તેને ગુજરાત જાયન્ટ્સે રૂ. 1.70 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કરી હતી. ડિઆન્ડ્રા ગયા વર્ષે ઓક્શનમાં અનસોલ્ડ રહી હતી.
લોરેન બેલ, માયા બાઉચર, ડાર્સી બ્રાઉન, લોરેન ચીટલ, નાદીન ડી ક્લાર્ક, ડિઆન્ડ્રા ડોટિન, કિમ ગાર્થ, ડેનિયલ ગિબ્સન, સારાહ ગ્લેન, હીથર ગ્રેહામ, તેજલ હસબનીસ, શિનેલ હેનરી, ઈલાના કિંગ, હીથર નાઈટ, પ્રત્યુષા સી, ઓર્લા પ્રેંડેગ્રેસ્ટ રાણા, શુભા સતીશ, સુષ્મા વર્મા અને પૂનમ યાદવના નામ સેટ-1માં છે.
5 ટીમ પાસે કુલ 16.7 કરોડ રૂપિયાનું પર્સ છે, ગુજરાત જાયન્ટ્સ સૌથી વધુ રૂ. 4.40 કરોડનું પર્સ છે. WPLની ત્રીજી સિઝન આવતા વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં શરૂ થશે. એક ટીમની પર્સની લિમિટ 15 કરોડ રૂપિયા છે. ખેલાડી રિટેન કર્યા બાદ ટીમના પર્સ કપાઈ ગયા છે. દિલ્હી પાસે 2.50 કરોડ રૂપિયા અને મુંબઈ પાસે માત્ર 2.65 કરોડ રૂપિયા છે. બેંગલુરુમાં રૂ. 3.25 કરોડનું પર્સ છે અને યુપીમાં રૂ. 3.90 કરોડનું પર્સ છે.
ઓક્શન માટે ઉપલબ્ધ માર્કી ખેલાડીઓમાં ભારતીય બેટર તેજલ હસબાનીસ અને સ્નેહ રાણા, વેસ્ટ ઈન્ડિઝની ડિઆન્ડ્રા ડોટિન, ઇંગ્લિશ કેપ્ટન હીથર નાઈટના નામ સામેલ છે. આ સિવાય આયર્લેન્ડના ઓર્લા પ્રેન્ડરગાસ્ટ, ઇંગ્લેન્ડના લોરેન બેલ, ઓસ્ટ્રેલિયાના કિમ ગાર્થ અને ઇંગ્લેન્ડના ડેનિયલ ગિબ્સન પણ ઓક્શન ઉતરશે.
રિટેન્શનનો સૌથી આશ્ચર્યજનક નિર્ણય મુંબઈ અને ગુજરાતે લીધો હતો. MIએ ઇંગ્લિશ ઓલરાઉન્ડર ઇસાબેલ વોંગ અને GGએ ભારતીય ઓલરાઉન્ડર સ્નેહ રાણાને રિલીઝ કરી. વોંગનું નામ પણ ઓક્શનમાં ઉમેરવામાં આવ્યું નથી, જ્યારે રાણાનું નામ પણ તૈયાર થશે.
ટીમ મિની ઓક્શનમાં ઉત્તરાખંડના રાઘવી બિસ્ટને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. રાઘવીએ આ વર્ષે ઓગસ્ટમાં ઓસ્ટ્રેલિયા-A સામે સતત 2 અડધી સદી ફટકારી હતી. જે બાદ હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં તેની પસંદગી કરવામાં આવી હતી.
21 વર્ષની બેટર તનિષા સિંહે સિનિયર મહિલા T-20 ટ્રોફીમાં દિલ્હી તરફથી રમતી વખતે લગભગ 72ની એવરેજથી 359 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ અને બેંગલુરુ તેને પોતાની ટીમમાં સામેલ કરી શકે છએક ટીમમાં 18 ખેલાડીઓની જગ્યા છે. યુપી સિવાય તમામ ટીમે 14-14 ખેલાડીઓને રિટેન કર્યા હતા. યુપીએ 15 ખેલાડીઓને રિટેન કર્યા છે. એટલે કે, યુપીમાં માત્ર 3 ખેલાડીઓ અને અન્ય ટીમમાં 4 ખેલાડીઓ ખાલી છે. RCB ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. મુંબઈએ પ્રથમ સિઝનનો ખિતાબ જીત્યો હતો. બંને ટીમે ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ