ગુજરાત: મતદાર યાદીમાં 'ગોલમાલ'ના આક્ષેપથી વિવાદ
SIR પ્રક્રિયામાં લાખો નામ કમી થતા કોંગ્રેસ આક્રમક, 2002ની RTI વિગતોએ સિસ્ટમ સામે અનેક સવાલ

મતદાર યાદી વિવાદ

મતદાર યાદી વિવાદ
ગુજરાતમાં હાલ ચાલી રહેલા મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ (SIR) એ રાજકીય ગરમાવો લાવી દીધો છે. હજારો મતદારોના નામ કમી થવાની પ્રક્રિયાને વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે. આ વિવાદ વચ્ચે વર્ષ 2002ની SIR પ્રક્રિયાની RTI વિગતો સામે આવતા વર્તમાન ડિજિટલ યુગની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્નો લાગ્યા છે.
2002 અને 2026: કામગીરીનો મોટો તફાવત :
માહિતી અધિકાર હેઠળ મળેલી વિગતો મુજબ, 2002માં વહીવટી તંત્રનો અભિગમ મતદારોને જોડવાનો હતો. તે સમયે જેટલા નામ કમી થયા હતા તેના કરતા બમણા એટલે કે અંદાજે 1.19 લાખ નવા નામ ઉમેરવામાં આવ્યા હતા. તત્કાલીન સમયમાં ચૂંટણી કાર્ડ ધરાવતા લોકોના નામ જો યાદીમાં ન હોય તો અધિકારીઓ ઘરે જઈને નામ ઉમેરતા હતા. તેની સરખામણીએ અત્યારે લાખો નામ કમી થતા હોવાથી વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે કે સ્થળાંતરિત મતદારોને નવી જગ્યાએ જોડવાને બદલે જૂની યાદીમાંથી માત્ર બાકાત જ કરવામાં આવી રહ્યા છે.
પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ પણ નિશાના પર :
આ વિવાદમાં સૌથી ચોંકાવનારો કિસ્સો પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનો સામે આવ્યો છે. ચોટીલાના પૂર્વ ધારાસભ્યએ દાવો કર્યો છે કે આવી પ્રતિષ્ઠિત વ્યક્તિનું નામ પણ રદ કરવા માટે ફોર્મ-7 ભરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે ફોર્મ-7 નો દુરુપયોગ કરીને જાણીજોઈને વિરોધ પક્ષના સમર્થકોના નામ કાપવામાં આવી રહ્યા છે. જો પદ્મશ્રી એવોર્ડ વિજેતાનું નામ પણ જોખમમાં હોય તો સામાન્ય નાગરિકની હાલત શું હશે તેવો ગંભીર પ્રશ્ન ઉઠ્યો છે.
રાહુલ ગાંધીના પ્રહાર: 'વોટ ચોરીનું બ્લુપ્રિન્ટ' :
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે ગુજરાત સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આ પ્રક્રિયાને 'વોટ ચોરીનું કાવતરું' ગણાવ્યું છે. રાહુલ ગાંધીના મતે ભાજપ જ્યાં હારની શક્યતા જુએ છે ત્યાંથી કોંગ્રેસ સમર્થકોના નામ ગાયબ કરી દેવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ એક સંગઠિત વ્યૂહનીતિ છે જે અગાઉ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ જોવા મળી હતી.
હાલમાં સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરીઓ ખાતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વિપક્ષી દળોએ ચીમકી ઉચ્ચારી છે કે જો મતદાર યાદીમાં પારદર્શિતા લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.