'અંતરિક્ષમાંથી નમસ્કાર: બાળકો જેવી ઉત્સુકતા સાથે શીખી રહ્યો છું' - શુભાંશુ શુક્લાનો સ્પેસમાંથી મેસેજ
ભારતના અંતરિક્ષ યાત્રીઓમાં શામેલ થયેલા શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાંથી વીડિયો મેસેજ મોકલ્યો હતો.

શુભાંશુ શુક્લા

શુભાંશુ શુક્લા
ભારતના અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ AXIOM-4 મિશન હેઠળ અંતરિક્ષમાં એક રાત વિતાવ્યા બાદ પોતાનો પ્રથમ અનુભવ વીડિયો મેસેજ રૂપે શેર કર્યો છે. જેમાં તેમણે ભારતને અંતરિક્ષમાંથી "નમસ્કાર" કહ્યા અને જણાવ્યું કે, "હું અહીં બાળકની જેમ હલન-ચલન, ખાવા-પીવા સહિતની દરેક ક્રિયા શીખી રહ્યો છું."
શુક્લાએ પોતાને મળેલી ઊંઘ અને શાંતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "આ મારે માટે એક નાનકડા, પણ ભારતના માનવ અંતરિક્ષ મિશન માટે એક મોટું અને નક્કર પગલું છે."
મજાની રાઈડ હતી
શુક્લાએ કહ્યું કે, '30 દિવસના કોરેન્ટાઈન બાદ માત્ર એક જ ઈચ્છા હતી - સ્પેસમાં જવું. હું દરેક એ વ્યક્તિનો આભાર માનું છું જેને મારે માટે આ યાત્રા શક્ય બનાવી. આ મારી નહિ પણ મારા પરિવાર અને મિત્રો સહિત આખા ભારતની સફળતા છે."
હંસ - જ્ઞાનનું પ્રતિક
આ વિડીયો મેસેજમાં શુક્લા સાથે એક નાનકડા સફેદ હંસ જેવું સોફ્ટ ટૉય પણ જોવા મળ્યું. શુક્લાએ જણાવ્યું કે, "ભારતીય સંસ્કૃતિમાં હંસ જ્ઞાનનું પ્રતિક છે. મારી સાથે આ મારો સાથી છે અને હું અહીંનો નજારો માણી રહ્યો છું અને ભોજન પદ્ધતિ શીખી રહ્યો છું."
41 વર્ષ બાદ અંતરિક્ષમાં ભારતનો પ્રતિનિધિ
શુક્લાએ પહેલાં જ જણાવ્યું હતું કે, અંતરિક્ષ માટેની તાલીમ દરમિયાન તેમણે ભારતનો તિરંગો ખભા પર પહેર્યો હતો - જે તેઓને યાદ અપાવે છે કે તેઓ એકલા નથી, આખું ભારત તેમના સાથે છે. બુધવારે મિશન લોન્ચ થયા બાદ માત્ર એક કલાકમાં તેમણે 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વીની પરિક્રમા કરવાનું જણાવી, દેશવાસીઓને સંબોધન કર્યું હતું કે, "41 વર્ષ બાદ આપણે ફરી અંતરિક્ષમાં પહોંચ્યા છીએ - આ એક શાનદાર યાત્રા છે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.