ગુવાહાટીમાં મંદિર પરિસરમાં જ બાળકી પર સામુહિક દુષ્કર્મ
આરોપીઓએ વીડિયો બનાવી વાયરલ પણ કર્યો

ગુવાહાટીમાં મંદિર પરિસરમાં જ બાળકી પર સામુહિક દુષ્કર્મ

ગુવાહાટીમાં મંદિર પરિસરમાં જ બાળકી પર સામુહિક દુષ્કર્મ
આસામની રાજધાની ગુવાહાટીમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. આસામમાં એક મંદિરમાં એક બાળકી પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પોલીસે આ કેસમાં આઠ લોકોની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 17 નવેમ્બરના રોજ રાસ મહોત્સવ દરમિયાન દુર્ગા મંદિરના પરિસરમાં બાળકી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આરોપીઓની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે છે. ગુનેગારોએ કથિત રીતે બળાત્કારની ઘટનાને મોબાઈલમાં ફિલ્માવી હતી અને તેને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરી હતી. આ વીડિયો લગભગ ત્રણ અઠવાડિયા પછી સામે આવ્યો છે.
ગુવાહાટી પશ્ચિમના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) પદ્મનાભ બરુઆએ જણાવ્યું હતું કે, “નવ આરોપીઓમાંથી આઠ રોબિન દાસ, કુલદીપ નાથ (23), બિજોય રાભા (22), પિંકુ દાસ (18), ગગન દાસ (21), સૌરવ બોરો (20), મૃણાલ રાભા (19) અને દીપાંકર મુખિયા (21)ની ધરપકડ કરવામાં આવી છે. હજું સર્ચ ઓપરેશન ચાલુ છે.
ગુવાહાટીના ગોરચુક પોલીસ સ્ટેશનના પ્રભારી ધર્મેન્દ્ર કલિતાને શુક્રવારે બપોરે 2.30 વાગ્યાની આસપાસ વોટ્સએપ પર વીડિયો મળ્યો હતો. ડીસીપીએ કહ્યું કે તેઓએ શરૂઆતમાં ગુવાહાટીના બોરાગાંવ વિસ્તારમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેમણે આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓના નામ પણ જાહેર કર્યા હતા. તેમણે કહ્યું, “પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે અમારા અધિકારીઓએ નૂનમતી અને જલુકબારી જેવા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. સવાર સુધીમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બે ફરાર થઈ ગયા હતા. સાંજ સુધીમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી."
પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોલીસને જણાવ્યું કે 17 નવેમ્બરની સાંજે બાળકી એક આરોપી સાથે રાસ મહોત્સવ માટે મંદિરમાં આવી હતી. નશામાં ધૂત આરોપીઓએ તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો અને તેને કેમેરામાં રેકોર્ડ કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ કરી હતી કે જો તેઓને કોઈ સ્ત્રોતમાંથી વિડિયો મળે તો તેને કોઈને મોકલવો નહીં. તેમણે કહ્યું, "આ વીડિયો શેર કરવો એ ગુનાહિત કૃત્ય છે અને જે પણ તેને શેર કરશે તેની સામે અમે કાર્યવાહી કરીશું."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ