પાલતુ શ્વાનની નોંધણી બાકી? GMCએ આપી મોટી રાહત
અત્યાર સુધી 527 શ્વાનની નોંધણી; રજિસ્ટ્રેશન વગર હવે કાયદેસરની કાર્યવાહી

ડોગ રજિસ્ટ્રેશનની મુદત લંબાવાઈ

ડોગ રજિસ્ટ્રેશનની મુદત લંબાવાઈ
ગાંધીનગર શહેરમાં વસતા પાલતુ શ્વાન પ્રેમીઓ માટે મહાનગરપાલિકા (GMC) એ રાહતના સમાચાર આપ્યા છે. પાલતુ શ્વાનના સત્તાવાર રજિસ્ટ્રેશન માટે અગાઉ નિર્ધારિત કરવામાં આવેલી 16 માર્ચ, 2026ની અંતિમ તારીખ હવે લંબાવીને 15 એપ્રિલ, 2026 કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ નિર્ણય વધુમાં વધુ નાગરિકો આ ઝુંબેશનો લાભ લઈ શકે તે હેતુથી લેવામાં આવ્યો છે.
શા માટે રજિસ્ટ્રેશન જરૂરી?
ઉલ્લેખનીય છે કે, મે 2025માં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક વણનોંધાયેલા રૉટવીલર શ્વાને 4 મહિનાની માસૂમ બાળકી પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી હતી.
આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં પાલતુ પ્રાણીઓના રજિસ્ટ્રેશન અને સુરક્ષાના નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે. ગાંધીનગર મનપાએ પણ નવેમ્બર 2025માં આ અંગે ઠરાવ પસાર કરી રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું હતું.
તંત્રના આંકડા મુજબ, અત્યાર સુધીમાં શહેરના 527 જાગૃત નાગરિકોએ પોતાના પેટ ડોગની નોંધણી કરાવી લીધી છે. જોકે, હજુ પણ મોટો વર્ગ બાકી હોવાનું જણાતા કમિશનર દ્વારા મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા માટે ₹209 જેવી નજીવી ફી રાખવામાં આવી છે.
નોંધણી માટે કયા દસ્તાવેજો જોઈશે?
અરજદારો ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકશે, પરંતુ દસ્તાવેજોની ચકાસણી માટે મનપાની કચેરીએ રૂબરૂ જવાનું રહેશે. જરૂરી પુરાવાઓ નીચે મુજબ છે:
રહેઠાણનો પુરાવો (લેટેસ્ટ ટેક્સ બિલ, લાઈટ બિલ અથવા ગેસ બિલ).
સરકારી ઓળખપત્ર (આધાર કાર્ડ વગેરે).
માન્ય વેટેનરી ડોક્ટર દ્વારા અપાયેલું એન્ટીરેબીઝ વેક્સિન સર્ટિફિકેટ.
પાલતુ શ્વાનનો ફોટો, માલિકનો ફોટો અને શ્વાન રાખવાની જગ્યાનો ફોટો.
મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે 15 એપ્રિલ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવશે. જો કોઈ પાલતુ શ્વાન વણનોંધાયેલું માલુમ પડશે, તો તેના માલિક વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે અને ભારે દંડ ફટકારવામાં આવશે.
ભવિષ્યમાં કોઈ પણ કાયદાકીય મુશ્કેલીથી બચવા માટે તંત્રએ નાગરિકોને વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ