ઉત્તરપૂર્વમાં ભારે વરસાદના કારણે સર્જાયો જળપ્રલય, 25થી વધુ લોકોના થયા મૃત્યુ
ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 32 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અનેક રાજ્યોમાં બચાવ અને રાહત કામગીરી ચાલુ છે.

ઉત્તરપૂર્વમાં જળપ્રલયની સ્થિતિ

ઉત્તરપૂર્વમાં જળપ્રલયની સ્થિતિ
ચોમાસાના આગમન પહેલાં જ ઉત્તરપૂર્વ ભારતમાં પ્રાકૃતિક આફતનો કહેર જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં સતત વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને ઓછામાં ઓછા 25 લોકોના મૃત્યુ નોંધાઈ રહ્યા છે. આસામ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે. ઓછા દબાણના ક્ષેત્રના કારણે આ હવામાન તોફાન સર્જાયું છે.
અસામમાં 9 લોકોના મૃત્યુ
અસામમાં ભારે વરસાદથી અંદાજે 9 લોકોનાં મૃત્યુ થયા છે. લખીમપુર જિલ્લામાં રંગાનદી ડેમમાંથી વધુ પાણી છોડાતા 2 લોકોના મૃત્યુ થયા. ગુવાહાટીમાં 3 બાળકો સહિત 5ના મૃત્યુ થયા. બોંડા વિસ્તારમાં ભૂસ્ખલનથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. રાજ્યના 3 જિલ્લાના માટે રેડ એલર્ટ અને 8 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. અરુણાચલ પ્રદેશ અને મેઘાલયથી આવતું વરસાદી પાણી પૂરની સ્થિતિને વધુ ગંભીર બનાવી રહ્યું છે. અંદાજે 58,000 લોકો અસરગ્રસ્ત છે અને 1,224 લોકોને 5 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. 11 રાહત વિતરણ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે.
અરુણાચલ પ્રદેશમાં કાર વહેતા 7ના મોત
અરુણાચલના ઇસ્ટ કામેંગ જિલ્લામાં NH-13 પર પાણીના ઘમાસાન પ્રવાહમાં એક કાર વહી જતા તેમાં બેઠેલા 7 લોકોના મૃત્યુ થયા હતા. સુબાંસિરી જિલ્લામાં ભૂસ્ખલનના કારણે 2 મજૂરોએ જીવ ગુમાવ્યો. મુખ્યમંત્રી પેમા ખાંડુએ મૃત્યુ પામેલા પરિવારજનોને રૂપિયા 4 લાખ સહાય જાહેર કરી છે.
મેઘાલય, મિઝોરમ અને અન્ય રાજ્યોમાં હાલત બગડી
મેઘાલયમાં 3 બાળકો સહિત 7 લોકોના મૃત્યુ થયા છે. ચેરાપુંજી અને મોઝોરમમાં 47 સેમી વરસાદ થયો છે. નાગાલેન્ડના ચૂમોકેદિમામાં પથ્થર પડતાં એક વ્યક્તિના મૃત્યુની ઘટના ઘટી છે. મિઝોરમમાં એક હોટેલ અને ઘર ધરાશાયી થતાં 6 લોકોના મૃત્યુ થયા છે જેમાં 3 મ્યાનમારના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. મણિપુરમાં નદીઓ ખતરાના નિશાનને પાર કરી ગઈ છે.
આગામી હવામાનની આગાહી
હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાકમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ શકે છે, પણ વરસાદથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા નથી. આગલા 2 દિવસ સુધી પૂર્વોત્તર અને ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ તથા સિક્કિમમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશ, બિહાર, ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢમાં પણ વરસાદ સાથે જોરદાર પવન ફરમાવશે. ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ચાલશે અને ઝાપટાં પડી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.