ગુવાહાટીથી ચેન્નાઈ જતી ફ્લાઇટનું બેગલુરુમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું!
ફ્યુલ ઓછું હોવાની પાયલોટને જાણ થતાં ફલાઈટને બેગલુરુ તરફ ડાયવર્ટ કરાઈ હતી, 168 મુસાફરો સવાર હતા.

બેંગલુરુ એરપોર્ટ પર ફ્યુલ ભર્યા બાદ,આ ફ્લાઇટને ચેન્નાઈ મોકલવામાં આવી હતી.

બેંગલુરુ એરપોર્ટ પર ફ્યુલ ભર્યા બાદ,આ ફ્લાઇટને ચેન્નાઈ મોકલવામાં આવી હતી.
અમદાવાદ વિમાન દુર્ઘટનાના લગભગ એક અઠવાડિયા પછી,બીજી ફ્લાઇટના પાયલોટે MAYDAY કોલ કર્યો.ઇન્ડિગોની ગુવાહાટી-ચેન્નઈ ફ્લાઇટના પાયલોટે આ ઇમરજન્સી કોલ કર્યો.આ માહિતી શનિવારે પ્રકાશમાં આવી.આ ઘટના 19 જૂનના રોજ બની હતી.
પાઇલટે વિમાનમાં ફ્યુલની તીવ્ર અછત જોયા બાદ,એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ)ને તાત્કાલિક ફોન કર્યો.જોકે,આ ફ્લાઇટને તાત્કાલિક બેંગલુરુ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી.
12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં મુસાફરો સહિત કુલ 270 લોકોના મોત થયા હતા.લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ હતી.ટેકઓફ થયાની થોડીક સેકન્ડોમાં જ વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું હતું.આ અકસ્માતમાં પણ પાયલોટે મે ડે કોલ કર્યો હતો.
MAYDAY કોલ એ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ઈમરજન્સી કોલ છે.ઉડ્ડયનની ભાષામાં,તેનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે વિમાન જોખમમાં હોય છે. તે સૌથી મહત્વપૂર્ણ ઈમરજન્સીનો સંકેત છે.
ઇન્ડિગો ફ્લાઇટમાં પૂરતું ઇંધણ નહોતું :
બેંગલુરુ એરપોર્ટના અધિકારીઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ગુવાહાટીથી ટેકઓફ કર્યા પછી ઇન્ડિગો ફ્લાઇટના પાઇલટે જોયું કે વિમાનમાં પૂરતું ઇંધણ નથી. ચેન્નાઈ જતી ફ્લાઇટને બેંગલુરુ તરફ વાળવામાં આવી હતી. તેમાં 168 મુસાફરો હતા.
બેંગલુરુ એરપોર્ટ પર ફ્યુલ ભર્યા બાદ, આ ફ્લાઇટને ચેન્નાઈ મોકલવામાં આવી હતી. અહેવાલો અનુસાર, આ ફ્લાઇટના પાઇલટ્સને હાલ પૂરતા ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલા પણ મેડે કોલ આપવામાં આવ્યો હતો
12 જૂનના રોજ,એવું બહાર આવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાઇલટ્સે MAYDAY કોલ આપ્યો હતો. DGCAના જણાવ્યા અનુસાર,ફ્લાઇટ ઉડાન ભરતાની સાથે જ,પાઇલટ્સે ATC (એર ટ્રાફિક કંટ્રોલ)ને MAYDAY કોલ આપ્યો,જેનો અર્થ છે કે તેઓએ ઈમરજન્સી જાણ કરી,પરંતુ આ પછી ATCના કોલનો કોઈ જવાબ મળ્યો નહીં.
MAYDAY શબ્દ ફ્રેન્ચ શબ્દ 'm'aider' પરથી આવ્યો છે.તેનો અર્થ 'મને મદદ કરો' થાય છે.MAYDAY કોલ સામાન્ય રીતે ATC અથવા નજીકના અન્ય વિમાનોને રેડિયો દ્વારા મોકલવામાં આવે છે.આ સિગ્નલનો ઉપયોગ તાત્કાલિક સહાય અને પ્રાથમિકતા મેળવવા માટે થાય છેઆનાથી ઈમરજન્સીનો સામનો કરી શકાય છે અને સમયસર મદદ પૂરી પાડી શકાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.