ઓડિશાની હોસ્પિટલના ICUમાં અગ્નિકાંડ: 10 ભૂંજાયા
રાત્રે 2:30 વાગ્યે ટ્રોમા કેર ICUમાં આગ લાગતા ભારે આક્રોશ; મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

ઓડિશાની હોસ્પિટલમાં અગ્નિકાંડ

ઓડિશાની હોસ્પિટલમાં અગ્નિકાંડ
ઓડિશાના કટક શહેરમાં આવેલી પ્રતિષ્ઠિત SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સોમવારે વહેલી સવારે લાગેલી આગે મોતનું તાંડવ મચાવ્યું છે. હોસ્પિટલના ટ્રોમા કેર ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં લાગેલી આ આગમાં અત્યાર સુધીમાં 10 ગંભીર રીતે બીમાર દર્દીઓના મોત નિપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે. આ દુર્ઘટનામાં દર્દીઓને બચાવવા જતાં હોસ્પિટલના 11 કર્મચારીઓ પણ ગંભીર રીતે દાઝ્યા છે.
વહેલી સવારે દુર્ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, આગ સોમવારે વહેલી સવારે આશરે 2:30થી 3:00 વાગ્યાના સમયગાળામાં લાગી હતી. જે સમયે આગ લાગી ત્યારે ICUમાં અનેક ગંભીર દર્દીઓ વેન્ટિલેટર અને અન્ય લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા.
આગ લાગતાની સાથે જ હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
દુર્ઘટના બાદ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને આરોગ્ય મંત્રી મુકેશ મહાલિંગ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી અને અન્ય વોર્ડમાં ખસેડાયેલા દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, "કુલ 23 દર્દીઓને અન્ય વિભાગોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. 7 દર્દીઓના અન્ય ICUમાં લઈ જતી વખતે મોત થયા હતા, જ્યારે 3 અન્ય દર્દીઓએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો."
મુખ્યમંત્રી માઝીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દર્દીઓના પરિવારો માટે ₹25 લાખના આર્થિક વળતરની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે ઈજાગ્રસ્ત સ્ટાફ અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા આદેશ કર્યો છે. આ ઉપરાંત PM મોદીએ પણ મૃતકોના વારસદારો અને ઇજાગ્રસ્તો માટે સહાય જાહેર કરી છે.
The mishap at a hospital in Cuttack, Odisha, is deeply painful. Condolences to those who have lost their loved ones. I pray for the speedy recovery of the injured.
— PMO India (@PMOIndia) March 16, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…
હોસ્પિટલમાં સુરક્ષાની ખામી અને આગ લાગવાના કારણોની ઊંડી તપાસ માટે સરકાર દ્વારા જ્યુડિશિયલ તપાસ (ન્યાયિક તપાસ) ના આદેશ આપવામાં આવ્યા છે.
આ દુર્ઘટનામાં હોસ્પિટલના કર્મચારીઓએ પોતાની જાનની પરવા કર્યા વગર દર્દીઓને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્યમંત્રીએ નોંધ્યું હતું કે 11 કર્મચારીઓ દર્દીઓને બચાવતી વખતે જ દાઝ્યા છે. હાલમાં હોસ્પિટલના જે વોર્ડમાં આગ લાગી હતી તેને સીલ કરી દેવામાં આવ્યો છે અને ફોરેન્સિક ટીમ દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ આગનું કારણ હોવાનું મનાય છે, પરંતુ સંપૂર્ણ સત્ય તપાસ બાદ જ બહાર આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ