શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતે કરી આત્મહત્યા
ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ અઠવાડિયામાં આ બીજો આવો કિસ્સો છે

શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતે કરી આત્મહત્યા

શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતે કરી આત્મહત્યા
ગુરુવારે શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા 55 વર્ષીય ખેડૂતે કથિત રીતે આત્મહત્યા કરી લીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે ઝેરી પદાર્થ પીધો હતો. ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ અઠવાડિયામાં આ બીજો આવો કિસ્સો છે.
તરનતારન જિલ્લાના પાહુવિંદના રહેવાસી રેશમ સિંહે શંભુ બોર્ડર પર આત્મહત્યા કરી લીધી. પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડર પર ખેડૂતો એક વર્ષથી વિરોધ કરી રહ્યા છે. તેઓ MCP પર કાનૂની ગેરંટી સહિત અનેક માંગણીઓ કરી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું કે રેશમ સિંહને પટિયાલાની રાજીન્દ્ર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું.
કિસાન મજૂર સંઘર્ષ સમિતિના સરવન સિંહ પંઢેરે રેશમ સિંહનો ફોટો શેર કરતા લખ્યું, “તરનતારનના પહુવિંદ ગામના ખેડૂત રેશમ સિંહે આજે શંભુ બોર્ડર પર સલ્ફાની ગોળીઓ ખાધી. તેઓ સરકારની નીતિઓથી નાખુશ હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ