ડો મનમોહન સિંઘ ની ચીર વિદાય, આધુનિક ભારતના ઘડવૈયા
ડો સિંઘે કરેલા આર્થિક સુધારા, ઉદારીકરણ, વૈશ્વિકરણને ભારત હંમેશા યાદ રાખશે

ભૂતપૂર્વ વડાપ્રધાન ડો મનમોહન સિંઘ, કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી (ફાઇલ તસ્વિર)

ભૂતપૂર્વ વડાપ્રધાન ડો મનમોહન સિંઘ, કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી (ફાઇલ તસ્વિર)
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો મનમોહમ સિંઘે ગુરુવારે મોડી સાંજે, દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ ૯૨ વર્ષના હતાં. તેમની તબિયત લથડતા સાંજે ૮.૦૬ કલાકે તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તબિબોએ તેમના સારવાર આપી, પરંતુ સાંજે ૯.૫૧ કલાકે તેમણે અંતિમ શ્વાસ લિધા.
ડો સિંઘના અવસાનના સમાચાર દેશમાં ફેલાતા દેશમાં ઘેરો શોકની લાગણી ફેલાઇ છે. તેમને શ્રધ્ધાંજલી આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશીયલ મીડીયા પોસ્ટ પર કહ્યું કે દેશની આર્થીક નીતિઓ ઉપર તેમણે તેમની ગેહરી છાપ છોડી છે. તેમના પરીવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું.
વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ વડાપ્રધાનને શ્રધ્ધાંજલી આપતાં કહ્યું કે તેમણે એક માર્ગદર્શક ગુમાવ્યાં છે. દેશના કરોડો લોકોના તેમણે દિલ જીત્યાં છે. તેમના પરીવાર પ્રત્યે સહાનૂભૂતી વ્યક્ત કરુ છું
કોંગ્રેસ પક્ષ કાર્યકારીણી કર્ણાટરના બેલગાવી ખાતે ચાલી રહી હતી, તેને રદ કરી, પક્ષના તમામ વરીષ્ઠ નેતાઓ દિલ્હી જવા રવાના થયાં છે.
ડો સિંઘ એક સારા અર્થશાસ્ત્રી છે, રાજકારણમાં પ્રવેશ કરતાં પહેલા તેઓ ૧૯૮૨-૮૫ સુધી રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ગવર્નર પદે રહી ચૂક્યા છે. ૧૯૯૧માં નરસિંહ્મા રાવની સરકારમાં તેઓ નાણાં પ્રધાન તરીકે સેવા આપી, દેશને વિકટ આર્થિક પરિસ્થિતિમાંથી ઉદારીકરણ અને વૈશ્વિકરણનો પાયો નાંખ્યો હતો.
૨૦૦૪-૨૦૧૪ વચ્ચે દેશના ૧૩માં વડાપ્રધાન તરીકે સેવા આપી, તેમના સમયકાળમાં દેશને મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, રાઇટ ટુ ઇન્ફર્મેશન જેવા હક્ક મળ્યાં હતાં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ