ખ્યાતિકાંડ: કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર
PMJAYમાંથી 16 કરોડ રૂપિયા મેળવ્યા તે ક્યાં ગયા?, વિદેશમાં રોકાવા માટે કોણે કોણે મદદ કરી તેની તપાસ કરાશે

'કાર્તિક પટેલના કહેવાથી જ બધી કામગીરી થતી હતી'

'કાર્તિક પટેલના કહેવાથી જ બધી કામગીરી થતી હતી'
ખ્યાતિકાંડ બાદ 65 દિવસથી નાસતો ફરતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની મોડીરાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો.આજે (રવિવારે) પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી સાથે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના મંજૂર કર્યા છે.
દુબઈથી અમદાવાદ આવવા માટે કાર્તિક પટેલે કાયદાકીય રીતે બચવા અને જામીન મેળવવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ તેના આ પ્રયાસો સફળ થયા નહોતા. તે પોલીસને થાપ આપવા દુબઈથી અમદાવાદની ફ્લાઇટની ટિકિટ ખરીદતો પણ ફ્લાઇટમાં બેસતો નહીં. ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડના પુરાવા અને ખૂટતી કડીઓ જોડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. આજે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે, ખ્યાતિની કુલ આવકના 56 ટકા પગારમાં બતાવી નુકશાનમાં લઇ ગયા અને પગાર ઉપાડીને આવકનું સેટલમેન્ટ ખર્ચમાં કરી કરોડોનું કૌભાંડ આચર્યું હતું.
રિમાન્ડ અરજી પર દલીલ દરમિયાન સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હોસ્પિટલમાં કાર્તિક પટેલના કહેવાથી જ તમામ કામગીરી થતી હતી. નવા કાયદા મુજબ નવા પકડાયેલા આરોપી ને આગાઉ પકડાયેલા આરોપી સાથે રાખીને પૂછપરછ કરવી હોય તો રિમાન્ડ માંગી શકાય છે. સહ આરોપીના નિવેદનમાં જણાવેલ બાબતોની તપાસ માટે આરોપીની જરૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ