આંધ્રમાં નકલી દૂધનો કહેર: 16 લોકોના કરૂણ મોત
ઈસ્ટ ગોદાવરીમાં ઝેરી દૂધ પીવાથી માતમ, કિડની ફેલ કરતું કેમિકલ ભેળવનાર વેપારીની ધરપકડ

આંધ્ર પ્રદેશ નકલી દૂધ કાંડ

આંધ્ર પ્રદેશ નકલી દૂધ કાંડ
આંધ્ર પ્રદેશના ઈસ્ટ ગોદાવરી જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. નકલી અને ઝેરી દૂધના કારણે છેલ્લા એક મહિનામાં કુલ 16 લોકોના મોત નિપજતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ફેબ્રુઆરી મહિનાથી શરૂ થયેલો આ મરણનો સિલસિલો હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફાળ પડી છે.
ફેબ્રુઆરીમાં શરૂ થઈ હતી ફરિયાદોની હારમાળા :
આ ઘટનાની શરૂઆત 22 ફેબ્રુઆરીએ થઈ હતી જ્યારે નરસાપુરમ ગામના રહીશોએ દૂધની ગુણવત્તા અંગે ફરિયાદો કરી હતી. સ્થાનિક ડેરી યુનિટમાંથી સપ્લાય કરવામાં આવેલું દૂધ પીધા બાદ અચાનક લોકોની તબિયત લથડવા લાગી હતી. શરૂઆતમાં સામાન્ય બીમારી લાગતી આ ઘટનાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આશરે 20થી વધુ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં નિર્દોષ બાળકો અને વૃદ્ધોની સંખ્યા વધુ હતી.
કિડનીને નુકસાન કરતું જીવલેણ કેમિકલ મળ્યું :
આરોગ્ય વિભાગ અને લેબોરેટરી તપાસમાં જે તથ્યો બહાર આવ્યા છે તે ચોંકાવનારા છે. દૂધના સેમ્પલમાં 'એથિલિન ગ્લાઈકોલ' નામનું જોખમી કેમિકલ મળી આવ્યું છે. આ કેમિકલ સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીયલ વપરાશમાં લેવાય છે અને તે મનુષ્યની કિડનીને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. આ ઝેરી તત્વના કારણે અનેક દર્દીઓની કિડની ફેઈલ થઈ ગઈ હતી, જેના કારણે તેમને ડાયાલિસીસ અને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવાની ફરજ પડી હતી. અત્યારે પણ 3 દર્દીઓની હાલત અત્યંત નાજુક હોવાથી તેઓ આઈસીયુ (ICU) માં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
પોલીસ અને આરોગ્ય વિભાગનું મેગા ઓપરેશન :
ઘટનાની ગંભીરતાને જોતા હૈદરાબાદના ઉચ્ચ આરોગ્ય અધિકારીઓની દેખરેખ હેઠળ ખાસ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો અત્યારે પ્રભાવિત વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને સર્વે કરી રહી છે જેથી અન્ય કોઈ સંક્રમિત વ્યક્તિ બાકી ન રહી જાય. પોલીસે આ મામલે શંકાસ્પદ દૂધ વેપારીની ધરપકડ કરી છે અને અપ્રાકૃતિક મોતનો ગુનો દાખલ કર્યો છે. માત્ર દૂધ જ નહીં, પરંતુ ડેરીના ઘી, દહીં અને પશુઓના ઘાસચારાની પણ ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
100 થી વધુ પરિવારોમાં દહેશત :
નરસાપુરમ ગામના 100થી વધુ પરિવારોએ આ ડેરીમાંથી દૂધ ખરીદ્યું હતું, જેના કારણે આખું ગામ અત્યારે ફફડાટમાં જીવી રહ્યું છે. વહીવટીતંત્રે હાલ પૂરતો આ વિસ્તારમાં દૂધના પુરવઠા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે અને લોકોને સુરક્ષિત સ્ત્રોતમાંથી જ ખાદ્ય પદાર્થો લેવા અપીલ કરી છે. ભેળસેળિયા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ