તમિલનાડુના શિવકાશીમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ: 4ના મોત, 5 લોકો દાઝયા!
અકસ્માત પછી ફેક્ટરીમાંથી સતત ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો

ઘાયલોને સારવાર માટે વિરુધુનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘાયલોને સારવાર માટે વિરુધુનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મંગળવારે તમિલનાડુના શિવકાશીમાં એક ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો,જેમાં ઓછામાં ઓછા 4 લોકો માર્યા ગયા હતા.આ અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોઈ શકે છે.બચાવ કામગીરી ચાલુ છે.ઘાયલોને સારવાર માટે વિરુધુનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વિરુધુનગર જિલ્લાના એસપી કન્નને જણાવ્યું હતું કે શિવકાશી નજીક ચિન્નાકમનપટ્ટી ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો.અકસ્માત પછી ફેક્ટરીમાંથી સતત ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને અંદરથી ફટાકડા ફૂટવાના અવાજો સંભળાયા હતા.ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
આવું ઘણી બધી જગ્યા ફેકટરીમાં વિસ્ફોટની ઘટના બનતી થઈ ગઈ છે.તેના કારણે આજુ બાજુના વિસ્તારોમાં પણ ભયનો માહોલ સર્જાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...