ગોવામાં અગમ્ય રોગચાળો; દૂષિત પાણીએ લીધો ભોગ
દાબોલિમની સોસાયટીમાં જળ પ્રદૂષણથી હાહાકાર; બાળકો અને વૃદ્ધો હોસ્પિટલમાં

દૂષિત પાણીએ લીધો ભોગ

દૂષિત પાણીએ લીધો ભોગ
ગોવાના દક્ષિણ જિલ્લામાં આવેલા દાબોલિમ વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની આશંકાએ ગંભીર રોગચાળો ફેલાવ્યો છે. દાબોલિમની 'પ્રભુ વાયોલેટા' નામની રહેણાંક સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયામાં ડાયરિયાના (ઝાડા-ઉલ્ટી) કુલ 149 કેસ નોંધાયા છે.
આ બીમારીમાં બાળકો અને વૃદ્ધોની હાલત વધુ કફોડી થઈ છે, જેમાંથી અનેકને ગંભીર ડિહાઈડ્રેશન અને પેટના દુખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
બિલ્ડરની બેદરકારી સામે રોષ
સોસાયટીના રહીશોએ બિલ્ડર 'પ્રભુ રિયલ્ટર્સ' વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રહીશોનો આક્ષેપ છે કે સોસાયટીમાં ટ્રીટ કર્યા વગરનું ગટરનું પાણી (સીવેજ) ગેરકાયદેસર રીતે છોડવામાં આવતું હતું, જે પીવાના પાણીના સ્ત્રોત સાથે ભળી ગયું છે.
આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા હાઉસ-ટુ-હાઉસ સર્વેમાં 14 માર્ચથી અત્યાર સુધીમાં 149 દર્દીઓ મળી આવ્યા છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GSPCB) એ પણ પાણીના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે.
રાજકીય ગરમાવો
આ ઘટનાને લઈને ગોવા ફોરવર્ડ પાર્ટીના નેતા વિજય સરદેસાઈએ રાજ્યની પ્રમોદ સાવંત સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આ ઘટનાને માત્ર 'હેલ્થ સ્કેર' નહીં પણ 'બેઝિક ગવર્નન્સની નિષ્ફળતા' ગણાવી છે.
સરદેસાઈએ સવાલ ઉઠાવ્યો હતો કે, "શું ગોવાના નાગરિકો સુરક્ષિત પીવાનું પાણી પણ મેળવવા હકદાર નથી? આ ગુનાહિત બેદરકારી છે." તેમણે સરકાર પાસે જવાબદારી નક્કી કરવા અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
કોર્ટાલિમ પ્રાયમરી હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. તેજન લોટલીકરે બિલ્ડરને તાત્કાલિક અસરથી બોરવેલનું પાણી સપ્લાય કરવાનું બંધ કરવા આદેશ આપ્યો છે.
આરોગ્ય વિભાગે અંડરગ્રાઉન્ડ સંપ, સ્વિમિંગ પૂલ અને નળના પાણીના નમૂના લીધા છે. કેથોલિક એસોસિએશન ઓફ ગોવાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને આ ગંભીર કટોકટીમાં કડક પગલાં લેવા વિનંતી કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ