રિલાયન્સ ગૃપના અનિલ અંબાણીને ED નું તેડું !
₹17 હજાર કરોડના લોન છેતરપિંડી કેસમાં સમન્સ મોકલી 5 ઓગષ્ટે હાજર રહેવા આપી સૂચના

ગત સપ્તાહે અનિલ અંબાણીના નજીકના સ્થળો ઉપર EDએ દરોડા પાડી પુરાવા જપ્ત કર્ચા હતા

ગત સપ્તાહે અનિલ અંબાણીના નજીકના સ્થળો ઉપર EDએ દરોડા પાડી પુરાવા જપ્ત કર્ચા હતા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ રિલાયન્સ ગૃપ (ADAG કંપનીઓ) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અનિલ અંબાણીને રૂપિયા 17,000 કરોડના લોન છેતરપિંડી કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યુ છે. અનિલ અંબાણીને 5 ઓગસ્ટે દિલ્હીમાં ED મુખ્યાલયમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ગત સપ્તાહે અનિલ અંબાણીના રિલાયન્સ ગૃપ સાથે જોડાયેલા લોકોના પરિસર અને તેમના પર ED ના દરોડા પૂર્ણ થયા બાદ તપાસ એજન્સીએ મુંબઈ અને દિલ્હીના અનેક સ્થળો પરથી દસ્તાવેજો, હાર્ડ ડ્રાઈવ અને અન્ય ડિજિટલ રેકોર્ડ જપ્ત કર્યા હતા. યસ બેંક લોન છેતરપિંડી કેસ સંદર્ભે મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં સૌપ્રથમ 24 જુલાઈના દરોડા પાડવામાં આવ્યા હતા.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલી FIR બાદ ED એ અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગૃપ દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મની લોન્ડરિંગ ગુનાની તપાસ શરૂ કરી છે. બેંકોમાંથી નાણાં શેલ કંપનીઓ દ્વારા વાળવામાં આવ્યા હતા અને ગૃપ કંપનીઓ દ્વારા તેનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની દિશામાં ED એ તપાસ કેન્દ્રિત કરી છે.
નેશનલ હાઉસિંગ બેંક, સેબી, નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA), બેંક ઓફ બરોડા જેવી અન્ય એજન્સીઓ અને સંસ્થાઓએ પણ આ કેસમાં ED સાથે માહિતી શેર કરી છે. પ્રાથમિક તપાસમાં બેંકો, શેરધારકો, રોકાણકારો અને અન્ય જાહેર સંસ્થાઓ સાથે છેતરપિંડી કરીને જાહેર નાણાંની ઉચાપત કરવાની એક સુનિયોજિત અને સુવિચારિત યોજના બહાર આવી છે. આ ઉપરાંત, યસ બેંક લિમિટેડના પ્રમોટર સહિત બેંક અધિકારીઓને લાંચ આપવાના ગુનાની પણ તપાસ ચાલી રહી છે.
EDની પ્રાથમિક તપાસમાં યસ બેંકમાંથી (2017 થી 2019 સુધી) લગભગ 3,000 કરોડ રૂપિયાની ગેરકાયદે લોન ડાયવર્ઝનનો ખુલાસો થયો છે. ED ને જાણવા મળ્યું છે કે લોન મંજૂર થાય તે પહેલાં જ યસ બેંકના પ્રમોટરોને પૈસા આપવામાં આવ્યા હતા. એજન્સી લાંચ અને લોનના આ જોડાણની પણ તપાસ કરી રહી છે.
--IANS

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.