DRIની મોટી કાર્યવાહી: ₹40 કરોડનું સોનું જપ્ત
દુબઈ અને બાંગ્લાદેશથી ચાલતા આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ; 4ની ધરપકડ.

DRIએ કર્યું ₹40 કરોડનું સોનું જપ્ત

DRIએ કર્યું ₹40 કરોડનું સોનું જપ્ત
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ સરહદ પારથી ચાલતી સોનાની દાણચોરીની એક વિશાળ સિન્ડિકેટને ઝડપી પાડીને ભારતની આર્થિક સુરક્ષામાં મોટું યોગદાન આપ્યું છે.
ચોક્કસ બાતમીના આધારે દિલ્હી અને ત્રિપુરાના અગરતલામાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં અંદાજે 29.2 કિલો વિદેશી સોનું અને 2.90 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત 43 કરોડ રૂપિયાથી વધુ અંકાય છે.
ઓપરેશનની વિગતો અને ધરપકડ
6 જાન્યુઆરીના રોજ હાથ ધરાયેલા આ ઓપરેશનમાં DRI ના અધિકારીઓએ દિલ્હીના એક લોજિસ્ટિક્સ વેરહાઉસ પર છાપો માર્યો હતો. ત્યાંથી અગરતલાથી આવેલા કન્સાઇનમેન્ટની ડિલિવરી લેવા પહોંચેલા સિન્ડિકેટના મુખ્ય સભ્યની અટકાયત કરવામાં આવી હતી. આ કન્સાઇનમેન્ટમાંથી 15 કિલો વિદેશી સોનું મળી આવ્યું હતું, જેના પર આંતરરાષ્ટ્રીય રિફાઇનરીના માર્કિંગ હતા. ત્યારબાદ દિલ્હી અને અગરતલાના વિવિધ સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરી વધુ 14.2 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
દુબઈ-બાંગ્લાદેશ કનેક્શન
તપાસમાં બહાર આવ્યું છે કે આ સિન્ડિકેટ દુબઈ અને બાંગ્લાદેશમાં બેઠેલા હેન્ડલર્સ દ્વારા ચલાવવામાં આવતી હતી. સોનું બાંગ્લાદેશ થઈને ત્રિપુરા સરહદ દ્વારા ભારતમાં લાવવામાં આવતું હતું. અગરતલામાં જ્વેલરીની દુકાનો ચલાવતા સ્થાનિક ઓપરેટિવ્સ આ સોનાને સ્થાનિક કાર્ગો અને કુરિયર સેવાઓ દ્વારા દિલ્હી પહોંચાડતા હતા જેથી સુરક્ષા એજન્સીઓની નજરમાં ન આવે.
DRIના મતે આ સિન્ડિકેટ લાંબા સમયથી સક્રિય હતી અને દેશની આર્થિક સ્થિરતાને નુકશાન પહોંચાડી રહી હતી. હાલમાં આ કેસમાં વધુ ઊંડી તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ તેમજ અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ