PMની સુરક્ષા કવચ 'સુદર્શન ચક્ર'ની જાહેરાત
PM એ લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરી વિકાસ, સ્વદેશી, અને યુવાને નવી દિશા પર ભાર મૂક્યો
PM મોદી
PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે દેશને સંબોધિત કરતા 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો. તેમણે યુવાઓ માટે રૂપિયા 1 લાખ કરોડની વિકસિત ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી, જે હેઠળ ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનાર યુવાઓને રૂપિયા 15,000નો પ્રોત્સાહન આપવામાં આવશે.
આ યોજના દ્વારા લગભગ 3.5 કરોડ યુવાનોને રોજગારી મળવાનો અંદાજ છે. આ ઉપરાંત, PM મોદીએ GSTમાં મોટા ફેરફારનું વચન આપ્યું, જેનાથી સામાન્ય ઘરેલુ વસ્તુઓ પરનો ટેક્સ ઘટશે. તેમણે આને દેશવાસીઓ માટે 'ડબલ દિવાળી' ગણાવી. તેમણે કહ્યું કે કર પ્રણાલીમાં સુધારો કરવા માટે એક ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.
વડાપ્રધાને સ્વદેશી ઉત્પાદનોને અપનાવવા પર પણ ખાસ ભાર મૂક્યો. તેમણે વેપારીઓ અને નાગરિકોને અપીલ કરી કે, સ્વદેશી ઉત્પાદનોને મજબૂરીથી નહિ, પણ ગર્વ અને શક્તિ સાથે અપનાવે. તેમણે કહ્યું કે, સ્વદેશીને પ્રોત્સાહન આપવું કોઈ રાજકીય પક્ષનો એજન્ડા નથી, પરંતુ દરેક ભારતીયનો સહિયારો મંત્ર હોવો જોઈએ.
PM મોદીએ 'વોકલ ફોર લોકલ'ના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, ભારતીય મહેનતથી બનેલા ઉત્પાદનોને પ્રાધાન્ય આપીને દેશ ઝડપથી પ્રગતિ કરી શકે છે. આત્મનિર્ભરતા માત્ર આર્થિક આયાત-નિકાસ સુધી સીમિત નથી, પરંતુ તે દેશના એકંદર સામર્થ્ય, આત્મવિશ્વાસ અને સ્વાવલંબન સાથે પણ જોડાયેલી છે. તેમણે કહ્યું કે, આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં એટલે કે 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ.
ટેક્નોલોજી અને સંરક્ષણના ક્ષેત્રમાં પણ PM મોદીએ અનેક મોટી ઘોષણાઓ કરી. તેમણે જણાવ્યું કે, આ વર્ષના અંત સુધીમાં 'મેડ ઇન ઇન્ડિયા' ચિપ્સ બજારમાં ઉપલબ્ધ થઈ જશે. તેમણે યુવાઓને પડકાર આપ્યો કે, ભારતના પોતાના સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ વિકસાવે.
આ ઉપરાંત, તેમણે આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવતા જણાવ્યું કે, ભારતીય સેના માટે જેટ એન્જિન ભારતમાં જ બનવા જોઈએ. તેમણે 'ઓપરેશન સિંદૂર'ના વીર જવાનોની પ્રશંસા કરી અને કહ્યું કે, આ ઓપરેશન દરમિયાન 'મેડ ઇન ઇન્ડિયા'ના શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો. PM મોદીએ આ ઓપરેશનને આતંકવાદ સામે ભારતની મજબૂત લડતનું ઉદાહરણ ગણાવ્યું. તેમણે ચેતવણી આપી કે, જો દુશ્મનોએ ફરી પ્રયાસ કર્યો તો તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રે પણ PM મોદીએ મહત્ત્વપૂર્ણ વાત કરી. તેમણે કહ્યું કે, દેશને ઉર્જાની જરૂરિયાત માટે બીજા દેશો પર નિર્ભર રહેવું પડે છે, જેનાથી કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમણે કહ્યું કે, જો ભારત ઊર્જામાં આત્મનિર્ભર બને તો આ પૈસા યુવાનો અને ગરીબી દૂર કરવા માટે વાપરી શકાય છે.
તેમણે સૌર ઉર્જા, હાઈડ્રો પાવર અને મિશન ગ્રીન હાઇડ્રોજન જેવી પહેલનો ઉલ્લેખ કર્યો. તેમણે 2047 સુધીમાં પરમાણુ ઉર્જા ક્ષમતાને 10 ગણી વધારવાનો લક્ષ્ય પણ રાખ્યો અને આ માટે ખાનગી ક્ષેત્રને પણ આ ક્ષેત્રમાં પ્રવેશ આપવાની જાહેરાત કરી. તેમણે સમુદ્રની અંદર તેલ અને ગેસના ભંડારો શોધવા માટે પણ એક નવા મિશનની શરૂઆતની જાહેરાત કરી. PM મોદીએ ભારપૂર્વક કહ્યું કે, આત્મનિર્ભર ભારત જ 'વિકસિત ભારત'નો પાયો છે.
તેમણે કહ્યું, ભગવાન કૃષ્ણથી પ્રેરણા લઈને સુદર્શન ચક્રનો માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રથી સૂર્યપ્રકાશને અવરોધ્યો હતો અને દિવસ દરમિયાન અંધકાર લાવ્યો હતો. ત્યારે અર્જુને જયદ્રથને મારવાની પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી હતી. હવે દેશ સુદર્શન ચક્ર મિશન શરૂ કરશે.
આ મિશન એક શક્તિશાળી પ્રણાલી હશે. તે ફક્ત દુશ્મનના હુમલાને નિષ્ફળ બનાવશે નહીં પરંતુ દુશ્મન પર વળતો પ્રહાર પણ કરશે. અમે ભારતના મિશન સુદર્શન માટે મૂળભૂત બાબતો નક્કી કરી છે. આ સમગ્ર આધુનિક પ્રણાલી, સંશોધન-વિકાસ દેશમાં જ, દેશના નાગરિકો દ્વારા થવો જોઈએ. સુદર્શન ચક્રમાં શક્તિ હતી, તે જ્યાં જવાનું હતું ત્યાં જ ગયું, એટલે કે, તે ચોક્કસ હતું. આ દ્વારા પણ આપણે લક્ષ્યાંકિત રીતે આગળ વધીશું. હું પ્રતિબદ્ધતા સાથે આગળ વધવાનું વચન આપું છું.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.