દિલ્હીમાં એક જ રૂમમાંથી 4 પુરુષોના મૃતદેહ મળ્યાં, મૃતકોમાં 2 સગા ભાઈઓ
દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારમાં એક રૂમમાંથી 4 પુરુષોના મૃતદેહ મળી આવતા શંકાસ્પદ સ્થિતિ ઊભી થઈ છે.

દિલ્હી પોલીસ

દિલ્હી પોલીસ
દિલ્હીના દક્ષિણ ક્ષેત્રના આંબેડકરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી દક્ષિણપુરીથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ ઘરના એક રૂમમાંથી 4 પુરૂષોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં 2 સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે.
શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહો મળ્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં શંકા છે કે, ચારેય પુરુષોના મૃત્યુ શ્વાસ બંધ થવાથી થઈ હોઈ શકે છે, જોકે, સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખુલશે. આ ઘટનાની માહિતી મળતાં જ આંબેડકરનગર પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી ગઈ હતી.
એક જ રૂમમાં તમામ મૃતદેહ
પોલીસ જણાવે છે કે, ચારેય લોકો એક જ રૂમમાં સૂઈ ગયા હતા. રૂમમાં કોઈ પણ પ્રકારનું વેન્ટિલેશન ન હતું અને દરવાજો અંદરથી બંધ હતો. હાલના તબક્કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ સ્થળ પરથી મળી નથી.
ફોરેન્સિક ટીમ પહોંચી ઘટનાસ્થળે
ફોરેન્સિક ટીમને પણ બોલાવી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા ચોક્કસ કારણ જાણવા માટે વિસ્તારમાંના CCTV ફૂટેજ પણ ચકાસી રહ્યા છે. આસપાસના લોકો જોડે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને મૃતકોના પરિવારજનોની માહિતી એકત્રિત કરી રહી છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ બાદ જ મોતના ચોક્કસ કારણ સામે આવશે. પોલીસ દરેક એંગલ પર તપાસ કરી રહી છે - આત્મહત્યા, હત્યા કે અન્ય કોઈ કારણ હોવાની શક્યતા છે. સિનિયર અધિકારીએ જણાવ્યું કે, અમે દરેક દિશામાં તપાસ શરૂ કરી છે. હાલમાં કંઈ પણ નક્કી જણાવી શકાશે નહિ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...