પૈસા માટે દિલ્હીના વેપારીની ફરીદાબાદમાં હત્યા
માલ લેવા ગયેલા વેપારીનો ફોન સ્વીચ ઓફ થયો અને ખેલાયો ખૂની ખેલ

દિલ્હીના વેપારીની ફરીદાબાદમાં હત્યા

દિલ્હીના વેપારીની ફરીદાબાદમાં હત્યા
દિલ્હીના ચાંદની મહલ વિસ્તારમાં રહેતા 31 વર્ષીય મશીન ટૂલ્સના વેપારી મોહમ્મદ આરીબની નિર્મમ હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ આરીબની હત્યા કર્યા બાદ તેની લાશને ફરીદાબાદના સેક્ટર 61ના જંગલોમાં ફેંકી દીધી હતી. પોલીસે આ મામલે રાહુલ અને બાબુ નામના બે શખ્સોની ધરપકડ કરી છે.
સમગ્ર ઘટનાક્રમ
શનિવારે બપોરે આરીબ તેની પત્ની તસ્મિયાને ફરીદાબાદ માલ લેવા જઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. પત્નીએ તેને માલની ખરીદી માટે રૂ. 2.5 લાખ રોકડા આપ્યા હતા.
જોકે, બપોર બાદ આરીબનો ફોન સ્વીચ ઓફ થઈ જતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી અને ચાંદની મહલ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
CDRથી ખુલ્યું હત્યાનું રહસ્ય
પોલીસે આરીબના કોલ ડિટેલ રેકોર્ડ્સ (CDR) તપાસતા જાણવા મળ્યું કે તેની છેલ્લી વાતચીત હર્ષ નામના યુવક સાથે થઈ હતી. હર્ષની પૂછપરછમાં રાહુલનું નામ સામે આવ્યું. પોલીસ જ્યારે ફરીદાબાદમાં રાહુલના ઘરે પહોંચી ત્યારે ઘર બંધ હતું.
ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસ ઉત્તર પ્રદેશના અલીગઢ પહોંચી અને ત્યાંથી રાહુલને ઝડપી પાડ્યો હતો.
લૂંટના ઇરાદે હત્યા
રાહુલની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રાહુલે કબૂલાત કરી કે તેણે તેના સાથી બાબુ સાથે મળીને આરીબને માલ બતાવવાના બહાને બલ્લબગઢ બોલાવ્યો હતો.
ત્યાં તેના હાથ-પગ બાંધીને તેની હત્યા કરી નાખી હતી. આરોપીઓએ આરીબ પાસેથી રૂ. 2.5 લાખ રોકડા અને તેનું સ્કૂટર લૂંટી લીધું હતું.
ડીસીપી રોહિત રાજબીરે જણાવ્યું હતું કે, આરોપીઓની નિશાનદેહી પરથી મંગળવારે આરીબની લાશ મળી આવી હતી. દિલ્હી પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હાલ પોલીસ લૂંટાયેલું સ્કૂટર અને રોકડ રકમ રિકવર કરવાના પ્રયાસો કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ